ગુજરાતના આ વિસ્તારમાં આવશે પૂર! ધુઆંધાર રાઉન્ડ માટે તૈયાર રહેજો! અંબાલાલ પટેલની મોટી આગાહી વાંચો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો સુધી મેઘરાજાએ દર્શન દીધા બાદ બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. બુધવારે રાજ્યભરમાં છૂટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઇને મોટી આગાહી સામે આવી છે. અંબાલાલનું એવું કહેવુ છે કે ગુજરાતમાં વરસાદનો જલ્દી જ એક નવો રાઉન્ડ આવશે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી છે કે ઓગસ્ટમાં ચોમાસાનો નવો રાઉન્ડ કેવો હશે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સ્થિતિ વિકટ બની શકે છે.

8થી30 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી અને અનુમાન કરવામાં આવ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે. અંબાલાલે જણાવ્યુ- 23 ઓગસ્ટ બાદ ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. હાલ તો દરેકે સતર્ક રહેવાની જરૂર છે કારણકે રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. અંબાલાલે આજે અને આવતી કાલે એટલે કે 8 અને 9 ઓગસ્ટના રોજ સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં જે થંડર સ્ટ્રોમની સ્થિતિ સક્રિય થઇ છે તેને કારણે વિકટ સ્થિતિ બની શકે છે. આ થંડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગુજરાતમાં 45થી50ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. થંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ વધુમાં જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનો ગુજરાતમાં ભારેથી અતિભારે રહેશે. ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાઇ શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારો વરસાદ થશે તેવી શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. ગુજરાત સિવાય દેશની વાત કરીએ તો, 8-9-10 ઓગસ્ટના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં જ્યારે 11-12 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડશે. 2થી7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.જો કે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પણ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. 9 કે 10 તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે. 9 કે 10 ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ 11 કે 12 તારીખે પૂર્ણ થઇ જશે. આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો જ હશે.

Shah Jina
error: Unable To Copy Protected Content!