અક્ષય કુમારની દરિયાદિલીએ જીત્યા લોકોના દિલ, દરગાહ બનાવવા માટે દાન કરી આટલી મોટી રકમ

અક્ષય કુમારની નેકીથી ફેન્સ થયા ખુશખુશાલ: આ દરગાહ માટે દાન કર્યા 1 કરોડ 21 લાખ રૂપિયા, જુઓ તસવીરો

બોલિવૂડના ખિલાડી કુમારનું ફિલ્મી કરિયર હાલમાં કંઇ ખાસ નથી ચાલી રહ્યું, પરંતુ તેમ છતાં તે હંમેશા કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. આ દિવસોમાં અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેની આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે.

આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થાય એ પહેલા જ અક્ષય કુમારની દરિયાદિલીએ લોકોના દિલ જીતી લીધા છે.બોલિવૂડ સ્ટાર મુંબઈની પ્રખ્યાત હાજી અલી દરગાહ પહોંચ્યા હતો, જ્યા તેણે દરગાહ પર ચાદર ચઢાવી અને આગામી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી.

આ સિવાય અક્ષય કુમારે હાજી અલી દરગાહના રિનોવેશનના ખર્ચની જવાબદારી ઉઠાવીને બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. ટ્રસ્ટ અનુસાર, અક્ષય કુમારે આજે સવારે આ જવાબદારી લીધી અને દરગાહના નિર્માણ માટે 1 કરોડ 21 લાખ રૂપિયાનું દાન પણ આપ્યું.માહિમ દરગાહ ટ્રસ્ટના મેનેજમેન્ટ ટ્રસ્ટી સુહેલ ખંડવાનીએ તેમની ટીમ સાથે અક્ષય કુમારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

તેમણે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અક્ષય કુમારના આ કાર્યના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા અક્ષયે મુંબઈમાં પોતાના ઘરે લંગરનું આયોજન કર્યું હતું.

આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં અક્ષય કુમાર પોતે લંગરમાં ભોજન પીરસતો જોવા મળ્યો હતો. જો કે આ દરમિયાન અક્ષયે તેનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કેપની સાથે માસ્ક પણ કેરી કર્યુ હતુ, પરંતુ તે પછી પણ ફેન્સ તેને ઓળખી ગયા. અક્ષયના આ વીડિયોએ પણ લોકોના દિલ જીતી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by AK Army (@itsakarmy)

Shah Jina
error: Unable To Copy Protected Content!