અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ સિંગલ લાઇફ એન્જોય કરી રહી છે મલાઇકા અરોરા, 50ની ઉંમરે ટૂંકી બિકીનીમાં દેખાડ્યું ફિગર, જુઓ તસવીરો
એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી તે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. જો કે બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઇએ પણ બ્રેકઅપની પુષ્ટિ કરી નથી, પરંતુ તેમની ક્રિપ્ટિક પોસ્ટ્સ અને એકબીજાની પાર્ટીઓમાં ગેરહાજરીને કારણે તેમના બ્રેકઅપના સમાચારે વેગ પકડ્યો છે.
વેલ, આ સમયે મલાઈકા તેની સિંગલ લાઇફ એન્જોય કરી રહી હોય એમ લાગી રહ્યુ છે. મલાઇકા પહેલા ફ્રાંસમાં તેનું વેકેશન એન્જોય કરી રહી હતી અને આ પછી તે માલદીવ પહોંચી હતી. માલદીવથી મલાઇકાએ ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે એક રિસોર્ટમાં બાથરોબમાં જોવા મળી રહી છે.
મલાઈકાની તસવીરોમાં સુંદર બેકગ્રાઉન્ડ જોવા મલી રહ્યુ છે. મલાઇકાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘બસ હું અને મારા ફળો, ડિટોક્સ, એન્ટીઑકિસડન્ટ્સ.’ ફેન્સ મલાઈકાની આ તસવીરો પરથી નજર હટાવી શકતા નથી. લોકો કહેતા જોવા મળે છે કે તે 50 વર્ષની ઉંમરમાં પણ કેટલી સુંદર દેખાય છે.
તસવીરોમાં મલાઈકા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મલાઈકા વ્હાઇટ બાથરોબમાં તેના ટોન્ડ લેગને પણ ફ્લોન્ટ કરી રહી છે. મલાઈકાએ જેવી જ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કે વાયરલ થઇ ગઇ.
એક તસવીરમાં તો મલાઈકા અરોરાનો સ્વિમિંગ પૂલમાં સિઝલિંગ અવતાર પણ જોવા મળે છે. આ દરમિયાન તે તેની બેક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે મલાઈકાએ 1998માં બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા,
પરંતુ 11 મે 2017ના રોજ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. બંને એક પુત્ર અરહાનના માતા-પિતા છે. લગ્ન બાદ મલાઇકા બોલિવુડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરતી હતી, જો કેટલાય દિવસથી એવા અહેવાલ છે કે બંનેનું બ્રેકઅપ થઇ ગયુ છે.