‘દેશની દીકરીને જાણીજોઇને હરાવી…’વિનેશ ફોગાટના પેરિસ ઓલિમ્પિકથી બહાર થવા પર ભડક્યો આ બોલિવુડ એક્ટર

‘ગુંડાઓએ પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરી હિંદુસ્તાનની દીકરીને…’ વિનેશ ફોગાટના ડિસક્વોલિફાય થયા બાદ સામે આવ્યુ આ બોલિવુડ એક્ટરનું નિવેદન

ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગની સેમિફાઇનલમાં શાનદાર જીત નોંધાવીને સમગ્ર દેશને ગૌરવની ક્ષણ આપી. જો કે, હવે વિનેશને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી છે, જેને કારણે કરોડો ભારતીયો દુઃખી છે. ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનેશ ફોગાટને 100 ગ્રામ જેટલું વધુ વજન આવવાને કારણે ડિસક્વોલિફાય કરવામાં આવી હતી.

બોલિવૂડ સેલેબ્સ પણ આ દુખદ સમાચાર પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલમાં એક બોલિવૂડ એક્ટરે આરોપ લગાવ્યો છે કે ગુંડાઓએ હિન્દુસ્તાનની દીકરીને હરાવી છે. બોલિવૂડ સેલેબ્સ પણ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી બાકાત રાખવા અંગે સતત તેમના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ મામલે કમાલ રાશિદ ખાન એટલે કે કેઆરકે પણ પાછળ નથી રહ્યો.

તેણે એક્સ પર પોસ્ટ કરી લખ્યું, ‘ફરી એક વખત ગુંડાઓએ તેમની શક્તિનો દુરુપયોગ કર્યો અને હિંદુસ્તાનની દીકરીને હરાવી ! પરંતુ વિનેશ ભારતીયો માટે વિજેતા હતી, વિજેતા છે અને વિજેતા રહેશે. જણાવી દઈએ કે વિનેશને તેના વધારે વજનના કારણે ભારતનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તે આ આઘાત સહન ન કરી શકી અને આ પછી તેની તબિયત લથડી હતી. હાલમાં વિનેશની સારવાર ચાલી રહી છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!