બેહોંશ થઇને પડી રેસલર વિનેશ ફોગાટ, પેરિસની હોસ્પિટલમાં દાખલ
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં ડિસક્વોલિફાય થયા પછી થોડી મિનિટોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ઓલિમ્પિયન પાણીની કમીને કારણે બેભાન થઈને ઢળી પડી હતી. જે અપડેટ સામે આવ્યું છે તે મુજબ વિનેશ હાલમાં ઓલિમ્પિક વિલેજના પોલીક્લીનિકમાં છે. તેની તબિયત સારી અને સ્થિર છે. તે આરામ કરી રહી છે.
વિનેશ ફોગાટને ગેમના બીજા દિવસે એટલે કે બુધવારે વજન નિર્ધારિત કરતા વધારે હોવાને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તેનું વજન નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ જેટલું વધુ હતું. તે ઓલિમ્પિક ગોલ્ડ માટે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ વજનના માપદંડને પૂર્ણ કરી શકી ન હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિનેશ એ વજન ઘટાડવા માટે ખુબ આગલી રાત્રે ખુબ મહેનત કરી છે આખી રાત જાગી, સાઇકલ ચલાવી, સ્કિપિંગ કર્યું, લોહી પણ વહાવ્યું.. વાળ-નખ કાપ્યા..છતાં તે માત્ર 50.1 કિલો સુધી જ પહોંચી શકી.
જણાવી દઈએ કે વજન ઘટાડવા માટે વિનેશ અને તેના કોચે સપોર્ટ સ્ટાફ સાથે મળીને વાળ કાપવા અને લોહી નીકાળવા જેવા ઘણા ઉપાયો કર્યા, પરંતુ તેઓ ઈચ્છિત પરિણામ મેળવી શક્યા નહીં. વિનેશ ઓલિમ્પિકની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે, પરંતુ નસીબે તેનો સાથ ન આપ્યો અને ગોલ્ડ મેડલ જીતવાનું તેનું સપનું અધૂરુ રહી ગયુ.
Indian Wrestler Vinesh Phogat disqualified from the Women’s Wrestling 50kg for being overweight.
It is with regret that the Indian contingent shares news of the disqualification of Vinesh Phogat from the Women’s Wrestling 50kg class. Despite the best efforts by the team through… pic.twitter.com/xYrhzA1A2U
— ANI (@ANI) August 7, 2024
જણાવી દઇએ કે, પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટ માટે એક પોસ્ટ લખી અને દુઃખ પણ વ્યક્ત કર્યું. તેમણે લખ્યુ– વિનેશ, તમે ચેમ્પિયનોમાં પણ ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની નિષ્ફળતા દુઃખ આપે છે. કાશ હું શબ્દોમાં નિરાશા વ્યક્ત કરી શકતો જે હું અનુભવ કરી રહ્યો છું, સાથે જ હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત પાછા આવો !
Vinesh, you are a champion among champions! You are India’s pride and an inspiration for each and every Indian.
Today’s setback hurts. I wish words could express the sense of despair that I am experiencing.
At the same time, I know that you epitomise resilience. It has always…
— Narendra Modi (@narendramodi) August 7, 2024