...
   

‘મેટ પર ન હરાવી શક્યા તો સાજિશ કરી…’ વિનેશ ફોગાટના ઓલિમ્પિક બહાર થવા પર આ શું બોલી ગયા સસરા…

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણાની મહિલા રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માંથી બહાર થઈ ગઈ છે. તેનું વજન નિર્ધારિત કરતા થોડુ વધારે હોવાથી તેને ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, હરિયાણાના ચરખી-દાદરીની રહેવાસી વિનેશ 50 કિમી ગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચમાં પહોંચી હતી. વિનેશનું સાસરુ સોનીપતમાં છે.

ત્યારે વિનેશના ઓલિમ્પિકમાંથી બહાર થવા પર તેના સસરા રાજપાલ રાઠીએ મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે વિનેશ વિશેના સમાચાર સાંભળીને તેમનું હૃદય બેસી ગયુ અને આંખોમાં પાણી આવી ગયા. સસરાએ કહ્યું કે તે આ સમાચારથી એટલો દુઃખી છે કે તે કોઈની સામે વ્યક્ત કરી શકતા નથી. વિનેશ સાથે રાજનીતિ કરવામાં આવી રહી છે.

કેટલાક લોકો તેને કેવી રીતે હરાવી શકાય તે શોધવા માટે શરૂઆતથી જ તેને અનુસરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો વજન 100 ગ્રામ વધારે હતું તો 10 મિનિટનો સમય આપવો જોઈતો હતો, પરંતુ આ એક ષડયંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. દીકરીએ આ ક્ષણ માટે આખી જીંદગી મહેનત કરી હતી અને તેને સાજિશ કરી બહાર ફેંકવામાં આવી.

Shah Jina