...
   

ઘોર કળયુગ- પાવી જેતપુર : કચરાના ઢગલામાંથી મળી આવ્યું નવજાત બાળક, લોકો કળયુગી માતા સામે વરસાવી રહ્યા છે ફીટકાર

ગુજરાતમાંથી કેટલીકવાર ચોંકાવનારી ખબર સામે આવતી હોય છે, ત્યારે હાલમાં છોટા ઉદેપુરના પાવી જેતપુરના કલારાણી ગામેથી એક કળિયુગી જનેતાએ પોતાના નવજાતને ત્યજી દીધુ હોવાનું સામે આવ્યુ છે. આ નવજાત કચરાના ઢગલામાંથી નવજાત મળી આવ્યા બાદ સ્થાનિકોએ હોસ્પિટલમાં જાણ કરી હતી અને તે બાદ કર્મચારીઓ દોડી આવ્યા હતાં. આ પછી પોલીસને જાણ કરાતા કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, કલારાણી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળથી નવજાત બાળકી કચરાના ઢગલામાંથી મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે કોઈએ આ બાળકીને ત્યજી દીધી છે. હોસ્પિટલના સ્ટાફે બાળકીને કચરામાંથી ઉઠાવી અને તેની સારસંભાળ શરૂ કરી દેવામાં આવી. બાળકી હાલ તો તંદુરસ્ત હોવાનું સામે આવ્યું છે. ત્યારે નવજાત બાળકીને જન્મ આપી દીધા બાદ તરછોડી દેવામાં આવતા લોકો જનેતા સામે ફીટકાર વરસાવી રહ્યા છે. હાલ પોલિસે થોડા સમયમાં ગર્ભવતી બનેલી મહિલાઓની તપાસ આદરી છે અને ઝડપથી જનેતાને ઝડપી લેવામાં આવતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
સૌજન્ય: GSTV

Shah Jina