આ દિવસોમાં ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિક 2024 અને પેરાલિમ્પિક ગેમ્સ ફ્રાન્સમાં આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ છે. ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી શરૂ થઈ છે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન રમાયેલી દરેક રમત અને તેની જીત-હાર ઇતિહાસમાં નોંધવામાં આવશે. હાલમાં વિવિધ દેશોમાંથી રોજેરોજ ખેલાડીઓની જીતના સમાચારો આવી રહ્યા છે.
View this post on Instagram
જો કે, આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે પેરાગ્વેની સ્વિમર Luana Alonso ને તેના ખરાબ વલણના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી ઘરે પરત મોકલવામાં આવી છે, અને ત્યારબાદ તેણે સ્વિમિંગમાંથી નિવૃત્તિ પણ લઈ લીધી. પરંતુ આ હકિકત કંઇક અલગ જ છે.
View this post on Instagram
રીપોર્ટ્સ મુજબ, લુઆનાને ઘરે મોકલવાનું કારણ કારણ તેની અદભૂત સુંદરતા છે, તેની વધારે પડતી સુંદરતા બાકીની ટીમને બેધ્યાન કરી રહી હતી. લુઆનાએ તેની સુંદરતાના કારણે પેરિસ ઓલિમ્પિકમાં ઘણા લોકોના દિલ જીતી લીધા હતા, વધારે તો પેરિસ ઓલિમ્પિકના એથ્લેટ્સના, અને આ તેમના માટે ખૂબ મોંઘું સાબિત થયું. કારણ કે તેના સાથી તેની સુંદરતાને હેન્ડલ ના કરી શક્યા.
View this post on Instagram
પેરાગ્વે પરત ફર્યા બાદ લુઆનાએ સ્વિમિંગમાંથી નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. જો કે, આગળ તેનો શું પ્લાન છે તેનો ખુલાસો તેણે નથી કર્યો. ભલે લુઆના કોમ્પિટીશનના ફાઇનલ માટે ક્વોલિફાઇ નથી કરી શકી પરંતુ તો પણ તેને પેરિસ ગેમ્સની ઓફિશિયલ ક્લોઝિંગ સેરેમની સુધી ઓલિમ્પિક વિલેજમાં રહેવાની અનુમતિ છે, જે 11 ઓગસ્ટે થવાની છે.
View this post on Instagram
લુઆનાને કથિત રીતે ઓલંપિક વિલેજની અંદર પોતાનું આવાસ ખાલી કરવા માટે કહેવામાં આવ્યુહતુ અને તેને પોતાના ઘરે પરત ફરવું પડ્યુ હતુ. કથિત રીતે તેની રાષ્ટ્રીય ટીમના પ્રબંધકે દાવો કર્યો હતો કે તેની ઉપસ્થિતિથી પૈરાગ્વેની તેની પૂરી ટીમ પર ખોટો પ્રભાવ પડી રહ્યો હતો. જોકે, લુઆનાએ અત્યાર સુધી ઓલંપિક વિલેજ છોડવાવાળા મુદ્દા પર કોઇ ટિપ્પણી કરી નથી.
View this post on Instagram