હાર્દિક પંડ્યાની એક્સ પત્ની નતાશાએ શેર કરી મિસ્ટ્રી મેનની તસવીર, ગુસ્સામાં ક્રિકેટરના ફેન્સ, જુઓ જલ્દી તમે પણ

ગોસિપ ટાઉનમાં અત્યારે તો હાર્દિક અને નતાશાને લઇને વાતો થોડી બંધ થઇ રહી હતી ત્યારે ફરી એકવાર નતાશાએ કંઇક એવું કર્યુ કે જે ટોક ઓફ ધ ટાઉન બની ગયુ.

જ્યારે નતાશાએ હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપની જીત પર અભિનંદન ન આપ્યા અને તેણે જ્યારે બીજા કોઈના વખાણ કર્યા તો સ્વાભાવિક છે કે નતાશા ચોક્કસપણે ચર્ચામાં આવે. ચાલો આખો મામલો જણાવીએ…વાસ્તવમાં, હાર્દિક પંડ્યાની એક્સ પત્ની અને સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક એવી સ્ટોરી શેર કરી, જેણે તેને ફરીથી હેડલાઇન્સમાં લાવી દીધી.

નતાશા હાર્દિકથી અલગ થયા પહેલા પણ સમાચારમાં હતી અને ક્રિકેટરથી અલગ થયા બાદ તે સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહે છે. હવે નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર નોવાક જોકોવિચનો ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરી તેણે કેપ્શનમાં લખ્યું- ધીસ મેન અને લવ સાથે સ્ટારનું ઈમોજી પણ શેર કર્યુ છે. આ પોસ્ટ જોઈને હાર્દિકના ફેન્સ ગુસ્સામાં જોવા મળ્યા.

લોકો એવું પણ કહે છે કે ભલે ગમે તે હોય ભારતની વર્લ્ડ કપ જીત પર નતાશાએ માત્ર હાર્દિક માટે જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયા માટે કોઇ મેસેજ તો કરવો જ જોઇતો હતો. જો કે, નતાશાએ નોવાકનો ફોટો શેર કરી કેપ્શન લખતા લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. હાર્દિકથી અલગ થયા બાદ નતાશાએ પહેલીવાર કોઈ મિસ્ટ્રી મેનનો ફોટો શેર કર્યો છે, જે પછી તે ટોક ઓફ ધ ટાઉન બની ગઇ.

લોકોના મનમાં એ સવાલ છે કે શું આ મામલો માત્ર નોવાક જોકોવિચને અભિનંદન આપવા પૂરતો જ સીમિત છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે. જણાવી દઇએ કે, નોવાક સર્બિયન ટેનિસ ખેલાડી છે. રવિવારે નોવાકે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પુરુષોની સિંગલ્સ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો.

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

Previous Article

સાથે જીવી ના શક્યા તો મોતને ગળે લગાવી, રેલવે ટ્રેક પર વિખેરાયેલી મળી લેસ્બિયન કપલ ખુશબુ-તનુની લાશ- જુઓ દર્દનાક તસવીરો

Next Article

બાંગ્લાદેશમાં ખરાબ હાલાત, PM ઢાકાથી ભાગીને ભારત આવ્યાં, આપ્યુ રાજીનામું , PM આવાસમાં ઘુસી પ્રદર્શનકારીઓએ મચાવ્યો ઉત્પાત- જુઓ વીડિયો

error: Protected Content!