...
   

સાથે જીવી ના શક્યા તો મોતને ગળે લગાવી, રેલવે ટ્રેક પર વિખેરાયેલી મળી લેસ્બિયન કપલ ખુશબુ-તનુની લાશ- જુઓ દર્દનાક તસવીરો

સાથે પિઝ્ઝા ખાધા, પછી જણાવ્યુ બહેનપણીને દર્દ…રડાવી દેશે લેસ્બિયન કપલ ખુશબુ-તનુના સુસાઇડની કહાની

31મી જુલાઈનો દિવસ હતો, સાંજના 6 વાગ્યા હતા… ઉત્તર પ્રદેશના અલીગઢના મહુઆખેડા વિસ્તારમાં દાઉદ ખાં રેલવે સ્ટેશન પાસે બે મિત્રોએ રાજધાની એક્સપ્રેસથી કપાઇ આત્મહત્યા કરી લીધી. બંનેના મૃતદેહ રેલ્વે ટ્રેક પર ઘણા ટુકડાઓમાં વિખરાયેલા મળી આવ્યા હતા. મૃતક ખુશ્બુ એલએલબી કરતી હતી, જ્યારે તનુ બીએસસી કરી રહી હતી. બંને એકબીજાનો હાથ પકડીને રેલ્વે ટ્રેક પર ઉભી હતી. ટ્રેન ડ્રાઈવર હોર્ન વગાડતો રહ્યો, પણ તે પાટા પરથી ખસી નહીં. જેને કાણે ટ્રેનની અડફેટે આવતા બંનેના મોત થયા.

પરિવાર તો ચૂપ છે પણ બંનેની એક મિત્રએ તેમના સંબંધોને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મિત્રના કહેવા પ્રમાણે, ખુશ્બુ અને તનુ રતન પ્રેમ ડીએવી ઈન્ટર કોલેજમાં સાથે ભણતા હતા. ત્યાં બંને મિત્રો બની ગયા. આખો દિવસ સાથે બહાર ફરવા અને ખાવાનું. સ્થિતિ એવી હતી કે બંને એકબીજા વગર રહી શકતા નહોતા. ખુશ્બુ છોકરાની જેમ જીવતી હતી, તનુ તેના પ્રેમમાં પડી ગઈ. પછી એક દિવસ બંનેએ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો અને તેમનું અફેર શરૂ થયું.

જોકે, ગ્રેજ્યુએશન થતાં સુધીમાં બંને અલગ-અલગ કોલેજમાં ગયા. પછી પણ તેઓ રોજ વાત કરતા અને એકબીજાને મળતા પણ રહેતા હતા. બંને ખાટુ શ્યામના દર્શન કરવા, મંગલાયતન પણ ફરવા ગયા હતા. ખુશ્બુ અને તનુએ ઇન્સ્ટાગ્રામ પર બે અલગ-અલગ એકાઉન્ટ પણ બનાવ્યા હતા. એક હતુ- આયુષતનુ-જાન અને બીજુ- આયુષ લવર. આ બંને એકાઉન્ટમાં તેઓએ એકબીજા સાથે પાડેલા ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે. જેના પરથી સ્પષ્ટ દેખાય છે કે બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. કારણ કે ઘણી વખત તનુ તેના ઘરે આવીને રહેતી હતી.

ખુશ્બુના ભાઈને સૌ પ્રથમ તેમના સંબંધો પર શંકા ગઇ. ભાઈએ બંનેને સમજાવ્યા, પરંતુ તેઓ ના માન્યા અને ઘરમાં ભારે હંગામો મચી ગયો. તનુના પરિવારજનોને આ સંબંધ વિશે કંઈ ખબર ન હતી. ખુશ્બુના ઘરવાળાએ પછી તેના પર પાબંધીઓ લગાવવાનું શરૂ કરી દીધુ. જો કે, ફોન પર એકબીજા સાથે વાત કરતાં ખૂબ રડતા. જ્યારે પરિવારના સભ્યોને લાગ્યું કે આને રોકવું ખૂબ જ જરૂરી છે, ત્યારે તેઓએ ખુશ્બુને અભ્યાસ કરતા રોકવાનો નિર્ણય કર્યો. મિત્રએ કહ્યું- પછી ખુશ્બુએ મને 30 જુલાઈએ ફોન કર્યો.

કહ્યુ- તમે મારા ઘરે આવો. પછી ખાવા પીવાના બહાને બહાર જઈશું. નહીંતર મારા પરિવારના સભ્યો મને ક્યાંય જવા દેતા નથી. 31 જુલાઈના રોજ મિત્ર ખુશ્બુના ઘરે ગઇ, તેઓને તનુ પણ બહાર મળી. ત્રણેય ડોમિનોઝમાં ગયા અને પિઝા ખાધા. આ પછી ત્યાંથી ખુશ્બુ એસવી કોલેજ ગઈ. મિત્રએ કહ્યું- તે સમયે બંનેએ કહ્યું હતું કે તેઓ એકબીજા વિના નહીં રહી શકે. જો તેઓ એક નહિ થાય તો તેઓ આત્મહત્યા કરી લેશે. મને લાગ્યું કે કદાચ તે મજાક કરી રહી છે. આ પછી હું ત્યાંથી નીકળી ગઇ. પછી મને ખબર પડી કે તેઓએ ખરેખર આત્મહત્યા કરી લીધી છે.

Shah Jina