...
   

બાંગ્લાદેશમાં ખરાબ હાલાત, PM ઢાકાથી ભાગીને ભારત આવ્યાં, આપ્યુ રાજીનામું , PM આવાસમાં ઘુસી પ્રદર્શનકારીઓએ મચાવ્યો ઉત્પાત- જુઓ વીડિયો

બાંગ્લાદેશમાં બગડ્યા હાલાત, PM શેખ હસીનાના ભાગીને ભારતમાં આવવાની અટકળો

બાંગ્લાદેશના ઢાકાથી ભાગીને ભારત આવ્યાં PM શેખ હસીના, આપ્યુ રાજીનામું- ભારતમાં શરણ લીધી હોવાની અટકળો

બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં આગચંપી અને હિંસાને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને દરેક જગ્યાએ હિંસા ફેલાવી રહ્યા છે. સરકારી મિલકતોને આગ લગાડવામાં આવી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રીપોર્ટ્સ મુજબ શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે.

તેમના રાજીનામા બાદ આર્મી ચીફે વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉજ-જમાન દેશને સંબોધિત કરવાના છે. દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને હજારો વિરોધીઓ લોંગ માર્ચ માટે ઢાકાના શાહબાગ ઇન્ટરસેક્શન પર એકઠા થયા છે. આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા.

બાંગ્લાદેશમાં તાજેતરની હિંસા 5 ઓગસ્ટના રોજ થઈ હતી. વહેલી સવારે પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના જુદા જુદા વિસ્તારોમાં એકઠા થયા અને શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે હિંસક પ્રદર્શન શરૂ કર્યું. સુરક્ષા દળોએ હિંસક ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને સ્ટન ગ્રેનેડ છોડ્યા હતા. આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓના પણ મોત થયા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે PM શેખ હસીના લશ્કરી હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચ્યા છે.

તેમના પશ્ચિમ બંગાળમાં હોવાના અહેવાલ છે. જો કે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. હસીનાના દેશ છોડવા પર આર્મી ચીફે કશું કહ્યું નથી. બાંગ્લાદેશમાં અનામત વિરોધી તોફાનો ઉગ્ર બનવાને કારણે શેખ હસીનાએ દેશ છોડ્યો છે. શેખ હસીનાએ ઢાકા સ્થિતિ પેલેસ છોડ્યાં બાદ હજારો પ્રદર્શનકારીઓએ પેલેસમાં ઘુસ્યાં હતા અને ઉત્પાત મચાવ્યો હતો.

Shah Jina