પાછળથી આવ્યો યુવક અને મોર્નિંગ વોક કરી રહેલી મહિલાને બાથ ભરીને પકડી…વિકૃતીની હદ વિડીયોવાયરલ

મોર્નિંગ વોક માટે નીકળી હતી મહિલા, નરાધમ યુવકે કરી દીધો કાંડ

બેંગલુરુમાં એક મહિલાની છેડતી કરવાના ઈરાદે અજાણ્યા વ્યક્તિએ હુમલો કરી દીધો. કૃષ્ણા નગર, કોોનાનકુંટે વિસ્તારમાં સવારે લગભગ 5 વાગ્યે એક મહિલા મોર્નિંગ વોક માટે નીકળી હતી. આ દરમિયાન પહેલાથી જ ઘાત લગાવેલ આરોપીએ તેને ફોલો કરી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યુ છે કે આરોપી પીડિતા પર નજર રાખી રહ્યો હતો.

જ્યારે તે થોડો સમય ઘરની બહાર ઉભી રહી, ત્યારે સફેદ શર્ટ અને પેન્ટ પહેરેલા આ વ્યક્તિએ તેને પકડવાનો પ્રયાસ કર્યો. મહિલાએ જોરથી બૂમો પાડ્યા બાદ આરોપી ભાગી ગયો હતો. રિપોર્ટ અનુસાર પીડિતા રાજસ્થાનની રહેવાસી છે, તે દરરોજ મોર્નિંગ વોક માટે જાય છે. જ્યારે તે તેના મિત્રની રાહ જોતી ઉભી હતી, ત્યારે એક હુમલાખોરે તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો.

જો કે મહિલાએ જોરથી બૂમો પાડતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બેંગલુરુ પોલીસે ગુનેગાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે આ આરોપીને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.

આરોપીઓ વિરુદ્ધ BNS 76, 78, 79 (છેડતી, પીછો કરવો અને કપડા ઉતારવા, જાતીય સતામણી)ના આધારે કેસ નોંધવામાં આવ્યા છે. આરોપીઓને વહેલી તકે પકડી શકાય તે માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

Previous Article

ગળામાં ચેન અને પાછળ ગર્લફ્રેન્ડ...ચાલુ બાઇકે કપલ થયુ રોમેન્ટિક, લિપલોકનો વીડિયો થયો વાયરલ

Next Article

અર્જુન કપૂર સાથે બ્રેકઅપની ખબરો વચ્ચે મલાઇકાએ ફ્રાંસમાં ગર્લ ગેંગ સાથે એન્જોય કરી બીચ ટ્રીપ- હોટ તસવીરો થઇ વાયરલ

error: Protected Content!