અનંત અને રાધિકાએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલાં ભારતીય એથ્લેટ્સને આપી શુભેચ્છા, કહ્યું- ‘ શ્રી કૃષ્ણની કૃપાથી ભારતીયો ખૂબ સારું પ્રદર્શન કરશે…’

ગત મહિને 12 જુલાઇના રોોજ એક ભવ્ય સમારોહમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. અનંત અને રાધિકાના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા દિવસો સુધી વાયરલ થયા. 12 જુલાઈના રોજ લગ્ન પછી અંબાણી પરિવારે આ કપલ માટે શુભ આશીર્વાદ અને ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં ભારત અને વિદેશની ઘણી મોટી હસ્તિઓએ હાજરી આપી હતી.

ત્યારે લગ્ન બાદ હવે અનંત અને રાધિકા પેરિસ પહોંચી ગયા છે. અનંત-રાધિકા સહિત મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા તેમજ જમાઇ આનંદ પણ આ દિવસોમાં પેરિસમાં છે. અંબાણી પરિવાર પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ટીમને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં અનંત અને રાધિકા પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઇ રહેલા ભારતીય એથ્લેટ્સને શુભેચ્છાઓ આપતા જોવા મળી રહ્યા છે. અનંતે કહ્યુ- ભગવાનની કૃપા અને શ્રી કૃષ્ણની કૃપાથી ભારતીય ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને આપણે ઘણા મેડલ જીતીશું અને મને ખાતરી છે કે ભારતીય ટીમ દરેક મારા જેવા ભારતીયને અને વિશ્વને ગૌરવ અપાવશે.

રાધિકાએ કહ્યુ- અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ સફરમાં પ્રથમ ભારતની મેચ જોઈ અને આપણે જીતી ગયા એટલે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને આવતીકાલે બંને ભારતીયોને એકબીજા સામે રમતા જોવા માટે અમે ઉત્સાહિત છીએ. મને લાગે છે કે આપણી તકો ખરેખર સારી છે અને મને લાગે છે કે ઘણા યુવાનોને પ્રેરણા મળી રહી છે. તેથી હું આ અંગે ખૂબ જ ખુશ છું.

Shah Jina