પત્ની અને સાસુથી પરેશાન યુવકે વીડિયો બનાવી કર્યો આપઘાત- વીડિયોમાં જણાવી હકિકત

‘હું પત્ની અને સાસુથી પરેશાન છું, એટલે જીવ આપી રહ્યો છું…’ સુસાઇડ બાદ યુવકનો વીડિયો વાયરલ- વીડિયોમાં જણાવી સાસુની હકિકત

ગુજરાત સમેત દેશમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં માનસિક-શારીરિક ત્રાસ સહિત અનેક કારણો હોય છે.ત્યારે હાલમાં પંજાબના બરનાલામાંથી એક યુવકની આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૃતકે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે તેની પત્ની અને સાસુ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. મૃતકે વીડિયોમાં કહ્યું કે તેના મૃત્યુ બાદ તેના પરિવારને હેરાન કરવામાં ન આવે.

ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. હાલ તો આ કેસની તપાસ શરૂ કરાઇ છે. ગુરદાસ સિંહે વીડિયોમાં જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેની પત્ની અને સાસુ તેને માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે તેણે સ્પ્રે પીને જીવનનો અંત આણ્યો. ગુરદાસ સિંહ તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો, તેનો એક વર્ષનો પુત્ર પણ છે. ગુરદાસના લગ્ન 2015માં સંગરુર જિલ્લાના મીમસા ગામની નવદીપ કૌર સાથે થયા હતા.

પરંતુ લગ્ન પછી તરત જ પત્ની અને સાસુના કારણે પરિવારમાં ઝઘડો શરૂ થઈ ગયો. પત્ની નવદીપ કૌર અવારનવાર ઝઘડો કરીને માતા-પિતાના ઘરે જતી રહેતી. આ ઝઘડો એટલો વધી ગયો કે 2020માં બંને અલગ થઈ ગયા. ગુરદાસના માતા-પિતાએ જણાવ્યું કે નવદીપ કૌરે તેના પતિ ગુરદાસ સિંહ અને તેના સાસરિયાઓ વિરુદ્ધ દહેજનો ખોટો કેસ કર્યો હતો. ગુરદાસને સાસરિયાઓ 20 લાખ રૂપિયાની માંગણી કરીને હેરાન કરતા હતા. આ બધી સમસ્યાઓથી કંટાળીને ગુરદાસ સિંહે આત્મહત્યા કરી લીધી.

Shah Jina