નાના પડદાની એક અભિનેત્રી જેણે પોતાની મહેનતના દમ પર પોતાની ખાસ ઓળખ બનાવી. અમે વાત કરી રહ્યા છીએ ‘બિદાઈ’ ફેમ એક્ટ્રેસ સારા ખાનની. આ સિવાય તે બિગ બોસ જેવા વિવાદાસ્પદ શોનો પણ ભાગ રહી ચુકી છે. એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફના કારણે વધુ ચર્ચામાં રહી હતી. સારાએ તેની અભિનય કારકિર્દીમાં સખત મહેનત કરી અને તે સ્થાન હાંસલ કર્યું જેને હાંસલ કરવા માટે લોકોનું અડધું જીવન જતુ રહે છે.
જણાવી દઇએ કે, 6 ઓગસ્ટના રોજ ભોપાલમાં જન્મેલી સારા ખાને વર્ષ 2007માં મિસ ભોપાલનો ખિતાબ જીત્યો હતો. આ પછી તે અભિનયની દુનિયામાં પોતાનો હાથ અજમાવવા માટે આવી અને વર્ષ 2007માં તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. સિરિયલ ‘સપના બાબુલ કા બિદાઈ’થી કરિયરની શરૂઆત કરનાર સારાએ આ સીરિયલમાં પોતાના રોલથી લોકોનું દિલ જીતી લીધું હતુ.
તે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી અને સ્થિતિ એવી હતી કે બિદાઈ દરેકનો ફેવરિટ શો બની ગયો હતો. આ પછી સારાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. નાના પડદા પછી અભિનેત્રીએ 2015માં ઇમરાન હાશ્મી અને રાજકુમાર રાવની ફિલ્મ હમારી અધુરી કહાનીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં અભિનેત્રીની એક્ટિંગે લોકોના દિલ જીતી લીધા હતા. સારા ખાન રિયાલિટી શો બિગ બોસ સીઝન 4માં કંટેસ્ટેંટ તરીકે આવી હતી.
સારાએ શાનદાર રમત રમી અને શોમાં આવેલા અન્ય કંટેસ્ટેંટ અલી મર્ચન્ટને કારણે સમાચારોમાં બની રહી. બંને વચ્ચેની નિકટતાને કારણે તે લાઈમલાઈટમાં આવી ગઈ હતી. સારા અને અલીએ શોની અંદર લગ્ન પણ કર્યા હતા જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને માત્ર 2 મહિનામાં જ તેમના છૂટાછેડા થઈ ગયા.
મીડિયામાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે સારા અને અલીના લગ્ન પબ્લિસિટી સ્ટંટ હતો. સારાનો એકવાર સેમી ન્યુડ વીડિયો પણ વાયરલ થયો હતો, જે બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. કોઈએ જો કે, આ વીડિયોને થોડા સમય પછી સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.
વાસ્તવમાં સારાએ એક વીડિયોમાં સ્પષ્ટતા આપી હતી કે તેનો તેની બહેન સાથે વિવાદ ચાલી રહ્યો હતો જેના કારણે તેણે આવો વીડિયો વાયરલ કર્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે જે રીતે વીડિયો બતાવવામાં આવ્યો હતો તે હકિકતમાં એવો નહોતો. જણાવી દઈએ કે અભિનેત્રી ‘કવચ’ અને ‘સસુરાલ સિમર કા’ જેવી લોકપ્રિય સીરિયલનો પણ ભાગ રહી હતી.
View this post on Instagram