હાલમાં જ થોડા સમય પહેલા ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ હિના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયુ હતુ. ત્યારે હાલમાં પ્રખ્યાત અભિનેત્રી પૈટી યાસુતાંકેનું કેેન્સરના કારણે અવસાન થયું હોવાનું સામે આવી રહ્યુ છે. આ સમાચાર સામે આવ્યા બાદથી ફિલ્મ ઉદ્યોગમાં શોકનો માહોલ છે. અભિનેત્રીએ 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે.

લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલી અભિનેત્રીનું આકસ્મિક નિધન હોલીવુડ ઈન્ડસ્ટ્રી માટે મોટો આંચકો છે. એમી એવોર્ડ વિજેતા અભિનેત્રીનું નિધન તેના ઘરે જ પરિવારની વચ્ચે થયું. છેલ્લા કેટલાક દિવસોથી સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. જુલાઈ મહિનામાં એક પછી એક સેલેબ્સના મોતથઇ રહ્યા છે. સૌથી મોટો આઘાત તિશાના મોતનો હતો. .

હજુ તો ગઈકાલે જ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી દિવ્યા સેઠની નાની દીકરી મિહિકા શાહનું ઘણીનાની વયે અવસાન થયું હોવાની ખબર સામે હતીહવે પૈટીના નિધને ચાહકોના દિલ તોડી નાખ્યા છે. બીફ સિરીઝમાં કામ કરી ચૂકેલી અને એમી એવોર્ડ જીતનાર પૈટી યાસુતાંકે એ 70 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું.

અભિનેત્રીએ 5 ઓગસ્ટે અંતિમ શ્વાસ લીધા હતા. પૈટીના મેનેજર અને મિત્ર કાયલ ફ્રિટ્ઝે મંગળવારે આ દુખદ સમાચાર આપ્યા.પૈટી સ્ટાર ટ્રેક ફ્રેન્ચાઇઝીમાં નર્સ એલિસા ઓગાવાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. તેણે વર્ષ 1985માં ટીજે હૂકર શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તાજેતરમાં અભિનેત્રી બોસ્ટન લીગલમાં જોવા મળી હતી જેમાં તેણે શાનદાર કામ કર્યું હતું. પૈટી કેલિફોર્નિયામાં રહેતી હતી.
🖤 RIP Patti Yasutake
Patti Yasutake, who played #TheNextGeneration’s Nurse Alyssa Ogawa in both the series and movies, sadly passed away on Monday (Aug 5) at the age of 70, after a long battle with cancer.
Source: Deadline#StarTrek pic.twitter.com/LPSGUryhBC
— Trek Central (@TheTrekCentral) August 6, 2024
