...
   

બાંગ્લાદેશમાં PM આવાસમાં ઘુસેલા પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના કપડા પણ ના છોડ્યા- બ્લાઉઝ સાથે આપ્યો પોઝ

શેખ હસીનાના દેશ છોડ્યા બાદ પણ બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય થઈ નથી. ભારતના પાડોશી દેશમાં ઉથલ-પુથલ મચેલી છે. વચગાળાની સરકારને લઈને આર્મી છાત્ર સંગઠન સાથે બેઠક કરી રહી છે. બીજી તરફ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદ ભંગ કરી દીધી. સેનાએ પણ મોટા પાયે ફેરફાર કર્યા. બાંગ્લાદેશમાં ચાલી રહેલી અરાજકતા વચ્ચે સોશિયલ મીડિયા પર પ્રદર્શનકારીઓના વીડિયો સતત સામે આવી રહ્યા છે.

છાત્ર પ્રદર્શનની આડમાં તોફાની તત્વોએ પીએમ હાઉસથી લઈને સંસદ સુધી અરાજકતા ફેલાવી. બદમાશોએ શેખ હસીનાના કપડા પણ છોડ્યા નહોતા. પ્રદર્શનકારીઓએતો શેખ હસીનાના બ્લાઉઝ સુધી પણ ચોરી કર્યુ. બાંગ્લાદેશમાં ઘણા સપ્તાહ સુધી ચાલેલી રાજનીતિક અશાંતિ પછી હજારો વિરોધીઓએ સોમવારે ઢાકામાં શેખ હસીનાના PM આવાસ પર હુમલો કર્યો હતો.

જો કે, સારી વાત તો એ હતી કે બદમાશોના આગમન પહેલા જ હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડી દીધો હતો. વિદ્યાર્થીઓના વિરોધની આડમાં બદમાશોએ વડાપ્રધાનના આવાસમાં તોડફોડ કરી અને રસોડામાં મોટી મિજબાની કરી. વિરોધીઓના શરમજનક કૃત્યો પણ ઇન્ટરનેટ પર પ્રકાશમાં આવ્યા છે. બિલ્ડિંગની અંદર હાજર લોકોએ ખૂબ લૂંટ ચલાવી હતી.

વિડીયોમાં કાર્પેટ, વાસણો, પાળતુ પ્રાણી, કપડાં અને બ્લાઉઝ પણ બક્ષવામાં આવ્યા ન હતા, વિરોધીઓ અંડરગારમેન્ટ અને સાડી-બ્લાઉઝ હવામાં લહેરાવતા જોવા મળ્યા હતા. ઘણા વીડિયો અને ફોટોગ્રાફ્સમાં બદમાશોને હાથમાં બ્લાઉઝ સાથે કેમેરાની સામે ગર્વથી પોઝ આપતા બતાવવામાં આવ્યા છે. કેટલાક લોકો તો આનાથી પણ આગળ વધી ગયા. તેઓએ તો અંડરગારમેન્ટ્સ પણ ના છોડ્યા. સોશિયલ મીડિયા પર વિરોધીઓની આવી હરકતો પર ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, “મેં દુનિયામાં ક્યારેય કોઈ વિદ્યાર્થીને આવું શરમજનક કામ કરતા જોયા નથી.” બીજાએ લખ્યુ, “તેઓ વિદ્યાર્થીઓ નથી, તેઓ વૈશ્વિક ડાબેરી વામપંંથી ગેંગના ભાડે રાખેલા ગુંડા છે.” જ્યારે એકે કહ્યુ- “બાંગ્લાદેશનો સુવર્ણ યુગ પૂરો થઈ ગયો છે… બાંગ્લાદેશ ટૂંક સમયમાં પાકિસ્તાન જેવું બની જશે… પાકિસ્તાનીઓ જશ્ન મનાવી રહ્યા છે, ઠીક એવી જ રીતે જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.”

Shah Jina