...
   

બાંગ્લાદેશમાં આ મશહૂર અભિનેતાની ખુલ્લેઆમ થઇ હત્યા, ભીડે પિતાને પણ ઉતાર્યા મોતને ઘાટ

બાંગ્લાદેશમાં ગુસ્સામાં આવેલી ભીડે પ્રોડ્યુસર અને ફિલ્મ સ્ટાર દીકરાની મારી મારીને કરી દીધી હત્યા, ભારતીય બંગાળી ફિલેમો સાથે હતુ કનેક્શન

બાંગ્લાદેશમાં હિંસા કમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશથી એક હૃદયદ્રાવક સમાચાર આવી રહ્યા છે. બાંગ્લાદેશી ફિલ્મ પ્રોડ્યુસર સલીમ ખાન અને તેમના પુત્ર તેમજ અભિનેતા શાંતો ખાનની હત્યા કરવામાં આવી છે. નિર્માતા હોવા ઉપરાંત સલીમ ખાન બાંગ્લાદેશના ચાંદપુર ઉપજિલ્લામાં લક્ષ્મીપુર મોડેલ યુનિયન પરિષદના અધ્યક્ષ પણ હતા.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 5 ઓગસ્ટ સોમવારે સલીમ ખાન અને શાંતો તેમના ઘરેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે બલિયા યુનિયન, ફરક્કાબાદ બજારમાં ગુસ્સે ભરાયેલ ટોળું તેમની સામે આવી ગયું. જો કે, આ સમયે તો તેમણે પોતાને બચાવવા માટે પિસ્તોલમાંથી ગોળીઓ પણ ચલાવી પરંતુ નજીકના બગરા બજારમાં તેમનો સામનો ફરી ટોળા સાથે થઇ ગયો.

કહેવામાં આવી રહ્યું છે કે સલીમ અને તેના પુત્ર શાંતોને ત્યાં ગુસ્સે ભરાયેલા ટોળાએ માર માર્યો હતો. સલીમ ખાન ભારતના બંગાળી ફિલ્મ ઉદ્યોગ ટોલીવુડ સાથે પણ જોડાયેલા હતા. તેમણે ટોલીવુડના મોટા ફિલ્મસ્ટારમાંના એક દેવ સાથે ‘કમાન્ડો’ ફિલ્મ બનાવી હતી, જે રિલીઝ થઈ નહોતી.

અહેવાલ અનુસાર, ટોલીવુડમાં સલીમની લગભગ 10 ફિલ્મો નિર્માણના અલગ-અલગ તબક્કામાં હતી, જેમાં ટોલીવુડના મોટા સ્ટાર્સ કામ કરી રહ્યા હતા. સલીમ ખાન પર આરોપ હતો કે ઘણા વર્ષોથી ચાંદપુર નેવી બાઉન્ડ્રી પાસે, પદ્મા-મેઘના નદીથી રેતીના ગેરકાયદે ઉત્ખનનમાં સામેલ હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આ ગેરકાયદેસર ધંધામાંથી ઘણી કમાણી કરી હતી. જો કે, આ કામ માટે તેમને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા હતા અને તેમની સામે એન્ટી કરપ્શન કમિશન (ACC)માં કેસ પણ ચાલી રહ્યો છે. ચાંદપુર સદર મોડલ પોલીસના ઓફિસર-ઈન્ચાર્જે કહ્યું, ‘અમને બંનેના મોતની જાણ થઈ, પરંતુ કોઈએ અમને જાણ કરી નથી. અમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ત્યાં ગયા ન હતા.

Shah Jina