પવિત્ર નગરીમાં ચાલતું હતું સે*ક્સ રેકેટ, પોલિસે હોટલમાંથી 10 કપલ ઝડપાયા, જુઓ રેડની તસવીરો
ઉત્તર પ્રદેશના વારાણસીમાં પોલીસે એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હોટલ પર દરોડા પાડીને 10 યુવકો અને 10 યુવતીઓની ધરપકડ કરી છે જેઓ દેહવ્યાપારનો ધંધો કરતા હતા. વાસ્તવમાં પોલીસને માહિતી મળી હતી કે વારાણસીના સિગરા પોલીસ સ્ટેશનના માલદહિયા વિસ્તારમાં એક હોટલમાં દેહવ્યાપાર એટલે કે સે*ક્સ રેકેટ ચાલતું હતું. જ્યારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે 20 લોકો રંગે હાથે ઝડપાયા હતા. પોલીસની ટીમ અચાનક જ દરોડા પાડવા પહોંચી હતી.
ડઝનેક સંખ્યામાં પહોંચેલી પોલીસે હોટલના રૂમમાં દરોડા પાડ્યા અને આ દરમિયાન ઘણા કપલ ખૂબ જ વાંધાજનક સ્થિતિમાં મળ્યા, ત્યારબાદ પોલીસે તમામને કસ્ટડીમાં લીધા. આ દરોડા અંગે વારાણસીના કાશી ઝોનના એડિશનલ ડીસીપીએ જણાવ્યું કે, એક બાતમીદાર પાસેથી માહિતી મળ્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું અને 20 લોકો સ્થળ પર પકડાયા. મહિલા અધિકારીએ કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રવિવારે વારાણસીની રણજીત હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને હોટલના રૂમ નંબર 105માં 10 યુવતીઓ અને 10 યુવકો વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને જોતાની સાથે જ બધા મોં છુપાવીને આમ-તેમ દોડવા લાગ્યા. ત્યારે એક છોકરીએ એડીસીપીનો પગ પકડી લીધો અને બદનામીનો હવાલો આપી હાથ જોડી છોડવાની વિનંતી કરી. તેણે કહ્યું- પરિવારના સભ્યો નથી જાણતા કે હું આ ખોટા ધંધામાં છું. માતા-પિતાને ખબર પડી તો તેઓ જીવતા જ મરી જશે. સમાજમાં પણ મોટી બદનામી થશે. હું કોઈને મારો ચહેરો દેખાડી શકીશ નહીં.
ઘરનો ખર્ચ પૂરો કરવા મજબૂરીમાં આ કામ કરું છું. તપાસમાં સામે આવ્યું છે કે હોટલમાં છેલ્લા એક વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું હતું. યુવતિઓ વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યુ છે. હોટલમાં રૂ.2,000 થી રૂ.5,000માં બુક કરાવવામાં આવ્યા હતા. જ્યાં મસાજ અને અન્ય પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ પોલીસ આ રેકેટ સાથે જોડાયેલા લોકોના નેટવર્કની તપાસ કરી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે હોટલ માલિક ભાજપના નેતાનો સંબંધી છે. માલદહિયા શહેરનો પોશ વિસ્તાર છે. અહીં 20 વર્ષ જૂની રણજીત હોટલ છે.