ગોર્જિયસ બ્યુટી શ્વેતા તિવારીની લેટેસ્ટ તસવીરોએ મચાવ્યો તહેલકો, એક્ટ્રેસને જોઇ પીઘળ્યુ ચાહકોનું દિલ

‘આ છે રિયલ નેશનલ ક્રશ’, લેટેસ્ટ ફોટોશૂટમાં શ્વેતા તિવારીને જોઇ લોકોએ કહ્યુ- આજે પણ 16 વર્ષની લાગે છે – શું હોટ ફિગર છે જુઓ તસવીરો

ટીવીથી લઇને વેબ સિરીઝ અને ફિલ્મોમાં જોવા મળેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજે કોઇ ઓળખની મોહતાજ નથી. 43 વર્ષની ઉંમરે આજે પણ લોકો તેની સુંદરતા, ફિટનેસ અને હોટનેસ જોઇ હેરાનીમાં મૂકાઇમ જાય છે. સીરિયલ ‘કસૌટી જિંદગી કી’થી દરેક ઘરમાં ફેમસ થયેલી શ્વેતા તિવારીની સુંદરતામાં આજે પણ કોઈ ઘટાડો થયો નથી. 43 વર્ષની ઉંમરે પણ તેનો જલવો બરકરાર છે.

શ્વેતા અવારનવાર તેની ગ્લેમરથી ભરપૂર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેને જોઈને ચાહકો દર વખતે તેના પ્રેમમાં પડે છે. શ્વેતા તેના ખૂબસૂરત લુકને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક બાથરોબમાં તો ક્યારેક ટાઈટ ફિટિંગ ડ્રેસમાં તો ક્યારેક મિની સ્કર્ટમાં શ્વેતાની સુંદરતા જોવા મળે છે. ત્યારે હાલમાં પણ શ્વેતા તિવારીએ પોતાની શાનદાર સ્ટાઈલ બતાવીને ચાહકોનું દિલ જીતી લીધું છે.

ટીવીની ફેવરિટ વહુ તરીકે જાણીતી શ્વેતા તિવારી આ વખતે વાઈન સાથે અદ્ભુત પોઝ આપતી જોવા મળી. હાથમાં વાઈનનો ગ્લાસ પકડીને ક્યારેક સાઈડ પોઝ તો ક્યારેક ફ્રન્ટ પોઝ આપી એક્ટ્રેસે પોતાની સુંદરતાનો પરચો બતાવ્યો. શ્વેતાના લુક વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ બ્લેક લૂઝ પેન્ટ સાથે વ્હાઇટ શિમરી ક્રોપ ટોપ પહેર્યું હતું. આ દરમિયાન શ્વેતાએ તેના વાળને કંઈ ખાસ સ્ટાઇલ આપ્યા વિના ખુલ્લા રાખ્યા હતા.

શ્વેતાના આ લુકને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ તસવીરો પર ઘણા ચાહકો કમેન્ટ કરી શ્વેતાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તે હજુ પણ ખૂબ જ સુંદર છે. બધી છોકરીઓ પાછળ રહી ગઈ. એકે તો તેને તૃપ્તિ ડિમરી કરતાં પણ સારી કહી. તેણે લખ્યું, ‘જરા કલ્પના કરો કે જો તે તૃપ્તિ ડિમરીના સ્થાને હોત તો આજે તે કેટલી સફળ રહી હોત.’

એકે લખ્યું, ‘તમે અદ્ભુત છો, તમે હજુ પણ 16 વર્ષના લાગો છો.’ એકે લખ્યું, ‘આ રિયલ નેશનલ ક્રશ છે. એકમાત્ર દેવી અને પૃથ્વીની રાણી.’ જણાવી દઇએ કે, શ્વેતા તિવારી છેલ્લે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ સીરીઝ ‘પોલીસ ફોર્સ’માં જોવા મળી હતી. જેમાં તેણે વિવેક ઓબેરોયની પત્નીનો રોલ પ્લે કર્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ‘સિંઘમ અગેઇન’માં પણ જોવા મળશે.

રિયાલિટી શોની વાત કરીએ તો, ‘બિગ બોસ સીઝન 4’નું ટાઈટલ શ્વેતાએ જીત્યું હતુ, જ્યાંથી તે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ. હવે શ્વેતાની દીકરી પલક તિવારી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. શ્વેતાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, અભિનેત્રીએ બે વાર લગ્ન કર્યા છે અને તેના બંને લગ્ન અસફળ રહ્યા છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!