...
   

અર્જુન કપૂર સાથે બ્રેકઅપની ખબરો વચ્ચે મલાઇકાએ ફ્રાંસમાં ગર્લ ગેંગ સાથે એન્જોય કરી બીચ ટ્રીપ- હોટ તસવીરો થઇ વાયરલ

બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી અર્જુન કપૂર સાથેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે તેઓ ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી અલગ થઈ ગયા છે. બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકા તેની ગર્લ ગેંગ સાથે ફ્રાન્સમાં એન્જોય કરતી જોવા મળી હતી. એવા સમયે જ્યારે અર્જુન અને મલાઈકાના બ્રેકઅપના સમાચાર હેડલાઈન્સમાં છે,

મલાઈકા આ બધાની પરવા કર્યા વગર ફ્રાન્સમાં તેની ગર્લ ગેંગ સાથે બીચ પર સનબાથ કરતી અને મસ્તી કરતી જોવા મળી હતી. 8 જૂન 2023ના રોજ તેણે ઇન્સ્ટા હેન્ડલ પરથી વેકેશનની કેટલીક ઝલક શેર કરી હતી, જેમાં મલાઈકા તેના મિત્રો સાથે દરેક ક્ષણનો આનંદ માણતી જોઈ શકાય છે.

સામે આવેલી તસવીરોમાં અભિનેત્રી અદભૂત પોઝ આપતી જોવા મળે છે. દરેક ફોટોમાં મલાઈકા અલગ-અલગ આઉટફિટમાં અને દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અર્જુન કપૂર સાથેના કથિત બ્રેકઅપની ચર્ચાઓ વચ્ચે મલાઈકાના ફ્રાંસ વેકેશનની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે.

મલાઈકાની કેટલીક પોસ્ટ્સ અને સ્ટોરીઝ જોઈને અંદાજ લગાવી શકાય કે તે ખાવાની કેટલી શોખીન છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર એવી સ્ટોરી શેર કરે છે જેમાં બતાવવામાં આવેલી વાનગીઓ જોઈને મોંમાં પાણી આવી જાય. તેના ફૂડમાં તમામ પ્રકારના હેલ્ધી, ટેસ્ટી, ઈન્ડિયન અને ઈન્ટરનેશનલ ફૂડનો સમાવેશ થાય છે.

જ્યારે તે દેશ અને દુનિયામાં ફરે છે ત્યારે મલાઈકા તેના ચાહકોને તેના ફૂડ એડવેન્ચર્સ વિશે જરૂર જણાવે છે. જણાવી દઈએ કે ફ્રાન્સમાં પણ મલાઈકા અરોરાએ ઘણી વાનગીઓનો આનંદ માણ્યો હતો.

Shah Jina