રેડ કાર્ડનેા કારણે અમિત રોહિદાસ પર લાગ્યો બેન, એક ખેલાડી સાથે જર્મનીથી સેમિફાઇનલ રમશે ભારત
પેરિસ ઓલિમ્પિકમાં જબરદસ્ત હોકીનું પ્રદર્શન કરીને ભારતીય હોકી ટીમ સેમી ફાઇનલમાં પહોંચી છે. સેમિફાઇનલ મેચ 6 ઓગસ્ટે એટલે કે મંગળવારે છે, જ્યાં ભારતનો સામનો જર્મની સાથે થશે. જો કે તે મોટી મેચ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સારા સમાચાર સામે આવ્યા. જેની આશંકા હતી એ જ થયું. સેમિફાઇનલમાં સૌથી અનુભવી ડિફેન્ડર અમિત રોહિદાસ વિના ટીમને મેચ રમવી પડશે.
કારણ કે ભારતના સ્ટાર ડિફેન્ડર પર 1 મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય ડિફેન્ડર અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. વાસ્તવમાં, મેચ દરમિયાન, તેની હોકી સ્ટિક ગ્રેટ બ્રિટનના એક ખેલાડીના ચહેરા પર વાગી હતી, જેના કારણે તેને રેડ કાર્ડ મળ્યું. રેડ કાર્ડ મળ્યા બાદ અમિત રોહિદાસ આખી મેચમાંથી બહાર રહ્યો હતો.
હવે તે સેમિફાઇનલ મેચમાં પણ નહીં રમે, હોકીમાં રેડ કાર્ડ મેળવનાર ખેલાડી પર 1 મેચનો પ્રતિબંધ મૂકવો એ નવી વાત નથી. જો કે, ભારતીય હોકી ફેડરેશન દ્વારા આવું ન થાય તેની ખાતરી કરવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ, FIHએ ભારતીય ફેડરેશનની અપીલને ફગાવી દીધી હતી અને FIHએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ અમિત રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.