હેન્ડસમ પતિ ઝહીર ઇકબાલ માટે સોનાક્ષી સિંહાએ પોતાના હાથે બેડરૂમ સજાવ્યો, લોકોનો જીવ બળ્યો, જુઓ તસવીરો
બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23 જૂને પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઘરે સિવિલ મેરેજ કર્યા હતા. હાલમાં આ નવપરિણીત કપલ તેમના લગ્ન જીવનની સુંદર પળો માણી રહ્યું છે. આ વચ્ચે સોનાક્ષીના પતિ ઝહીરે ઇન્સ્ટા સ્ટોરી શેર કરી છે જેમાં તેની નવી દુલ્હન સોનાક્ષી બેડરૂમને પોતાના હાથથી સજાવતી જોવા મળી રહી છે.
સોનાક્ષી અને ઝહીર લગ્ન પછીના તેમના પ્રેમની પળોની તસવીરો સતત ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. ઝહીરે તેની ઈન્સ્ટા સ્ટોરી પર તેની પ્રિય પત્નીની કેટલીક હૃદય સ્પર્શી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. વીડિયોમાં નવી દુલ્હન સોનાક્ષી તેના ઘરેલુ જીવનનો આનંદ માણતી જોવા મળી રહી છે.
તે પોતાના બેડરૂમને પોતાના હાથથી સજાવતી જોવા મળે છે. ઝહીરે શેર કરેલા વીડિયોમાં સોનાક્ષી બેડ પર બેઠેલી અને વોલપેપર લગાવતી જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે ઝહીરે કેપ્શનમાં લખ્યું છે કે, “ઘર બનાવી રહી છે.” બીજી તસવીરમાં કપલના બેડરૂમની દિવાલ પર તેમના લગ્નની તસવીરોની ઘણી ફ્રેમ્સ જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે લગ્ન પહેલા આ કપલે સાત વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કર્યું હતું અને 23 જૂન 2024ના રોજ રજિસ્ટર્ડ મેરેજ કર્યા. લગ્ન પછી તે જ રાત્રે કપલે મુંબઈમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યુ હતુ.