‘હું હંમેશા તારી સાથે રહીશ’, હાર્દિક સાથે છૂટાછેડાના એનાઉન્સમેન્ટ બાદ નતાશાએ સેલિબ્રેટ કર્યો અગસ્ત્યનો ચોથો જન્મદિવસ
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાની જાહેરાતે ઘણા ચાહકોના દિલ તોડી નાખ્યા. આ એક્સ કપલની પ્રેમ કહાની એક ફેરીટેલથી શરૂ થઈ હતી. એકબીજાને ડેટિંગથી લઈને ક્રુઝ પ્રપોઝલ, સિક્રેટ મેરેજ અને પછી ફરીવાર લગ્ન… હાર્દિક અને નતાશા દુનિયાને સાબિત કરી રહ્યા હતા કે તેમનો પ્રેમ ક્યારેય ખતમ થવાનો નથી, પરંતુ 2024માં આ કપલે અલગ થવાની જાહેરાત કરી.
છૂટાછેડાના એનાઉન્સમેન્ટ પહેલા નતાશાને પુત્ર અગસ્ત્ય સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. હાલમાં નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયામાં છે. ત્યારે હાલમાં જ 30 જુલાઈએ નતાશા અને હાર્દિકના પુત્ર અગસ્ત્યનો જન્મદિવસ હતો. હાર્દિક પાંડેએ એક ક્યૂટ વીડિયો પોસ્ટ કરીને પોતાના રાજકુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
નતાશાએ પણ પુત્ર અગસ્ત્યના જન્મદિવસની પોસ્ટ શેર કરી હતી. જો કે આ વખતે અગસ્ત્ય એ તેનો ચોથો જન્મદિવસ પિતા હાર્દિક વગર સેલિબ્રેટ કર્યો. નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પુત્ર સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ તસવીરો શેર કરતા તેણે લખ્યું હતું, “મારા બુબા, તમે મારા જીવનમાં શાંતિ, પ્રેમ અને ખુશી લાવ્યા છો. મારા બ્યુટીફુલ બોય, તમે છો ખૂબ જ સારા છો, ખૂબ જ પ્રેમાળ અને દયાળુ છે, હંમેશા આવા જ રહો… હું દુનિયાને તમારી કાઇન્ડ સોલ (દયાળુ આત્મા)ને બદલવા નહીં દઉં… હું હંમેશા તમારી સાથે રહીશ, હાથમાં હાથ નાખી હું તમને પ્રેમ કરું છું, મમ્મા.”
આના પરથી અંદાજો લગાવી શકાય કે છૂટાછેડા બાદ નતાશા પુત્ર સાથે ખૂબ જ વધારે સમય વિતાવી રહી છે અને તેને હાર્દિકની યાદ ન આવે એ માટે તમામ પ્રયાસો કરી રહી છે. જણાવી દઇએ કે, હાર્દિકે 18 જુલાઈની રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં છૂટાછેડાની જાહેરાત કરી હતી.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, હાર્દિકે 1 જાન્યુઆરી 2020ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા. તે જ વર્ષે 30 જુલાઈ 2020ના રોજ નતાશાએ અગસ્ત્યને જન્મ આપ્યો હતો.
View this post on Instagram