ખેલજગતમાં શોકની લહેર : લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલા પૂર્વ ક્રિકેટરનું નિધન- 2 વર્ષ ટીમ ઇન્ડિયાના રહ્યા કોચ

સૌથી મોટા દુઃખદ સમાચાર: લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલા પૂર્વ ક્રિકેટરનું નિધન, જાણો બધી જ વિગત

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. અંશુમનની હાલત જોઈને કપિલ દેવે મદદ કરવાની પહેલ પણ કરી હતી. કપિલે અંશુમનને મદદ કરવા માટે પોતાનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ અંશુમનની સારવાર માટે 1 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યુ હતુ.

27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ અંશુમન ગાયકવાડે ડેબ્યુ કર્યુ હતુ. ટેસ્ટ મેચમાં તેની છેલ્લી ઉપસ્થિતિ વર્ષ 1984ના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ શરૂ થયેલા કોલકાતા ટેસ્ટમાં રહી. ગાયકવાડે 40 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની એવરેજથી 1985 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 10 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન હતો, જે તેમણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો.

ગાયકવાડે ભારત માટે 15 વનડે મેચો પણ રમી છે. જેમાં તેમના નામે 20.69ની એવરેજથી 269 રન છે. આ દરમિયાન તેમના બેટમાંથી 34 સદી અને 47 અડધી સદી આવી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 225 રન હતો. આ સિવાય ગાયકવાડે 55 લિસ્ટ-એ મેચો પણ રમી હતી, જેમાં તેમણે 32.67ની એવરેજથી કુલ 1601 રન બનાવ્યા હતા. તેઓ 1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા.

ગાયકવાડે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) માટે પણ કામ કર્યું હતું અને 2000માં આ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા. જૂન 2018માં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એ ગાયકવાડને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. અંશુમન ગાયકવાડના પિતા દત્તા ગાયકવાડે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Shah Jina