વિરાટ કોહલીનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શ્રીલંકાઇ ફેન તેને ‘ચોકલી’ કહેતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે કોહલી 2 ઓગસ્ટથી શરૂ થનારી ભારત-શ્રીલંકા વનડે સીરીઝમાં રમવા જઈ રહ્યો છે અને આ સીરીઝમાં 3 મેચ રમાશે. આ દરમિયાન વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કોહલી એક રૂમમાં બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે, જ્યારે એક વ્યક્તિ તેને ‘ચોકલી-ચોકલી’ કહીને ચીડવતો જોવા મળે છે. આ અવાજ સાંભળતા જ કોહલીના ચહેરા પર ગુસ્સાની પ્રતિક્રિયા જોવા મળી હતી.
કોહલીએ કહ્યું, અહીં આ બધું ન કરો. ‘ચોકલી’ વાસ્તવમાં વિરાટ કોહલીને ચીડવવાની એક રીત છે, જે ‘કોહલી’ અને ‘ચોકિંગ’ શબ્દોના મિશ્રણથી બનેલો છે. કોહલીના ટીકાકારો દાવો કરે છે કે તે મોટાભાગે મોટી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં ચોક કરી જાય છે, એટલે કે તે સારું પ્રદર્શન કરી શકતો નથી. ‘ચોકલી’ પહેલીવાર ત્યારે સાંભળવામાં આવ્યુ હતુ જ્યારે ભારત સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ 2019 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.
તે મેચમાં કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય 2015 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પાકિસ્તાન વિરૂદ્ધ નાના સ્કોર પર આઉટ થયો હતો. જણાવી દઇએ કે, વિરાટે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તે ODI અને ટેસ્ટ રમવાનું ચાલુ રાખશે.
હાલમાં તેની નજર શ્રીલંકા સામેની ત્રણેય ODI મેચોમાં શાનદાર પ્રદર્શન પર રહેશે કારણ કે ટીમ ઈન્ડિયાને આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા તૈયારી માટે ઘણી ઓછી ODI મેચો મળવાની છે. કોહલીએ શ્રીલંકા સામે અત્યાર સુધીમાં 53 મેચ રમી છે, જેની 51 ઇનિંગ્સમાં તેણે 63.27ની શાનદાર એવરેજથી 2,594 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં કોહલીની મોટાભાગની સદીઓ શ્રીલંકા સામે બની છે. તેણે શ્રીલંકા સામે 10 સદી અને 12 અડધી સદી ફટકારી છે.
Someone called Virat Kohli a chokli in front of him in the dressing room of Colombo ground in Sri Lanka, after which Virat got angry.
No way now Lankan fan’s also owning Virat Kohli pic.twitter.com/ru4KbRUfBX
— ⁴⁵ (@rushiii_12) July 31, 2024