આ જ મહિને એક ભવ્ય સમારોહમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી અંબાણી પરિવારે કપલ માટે શુભ આશીર્વાદ અને ગ્રૈંડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં ભારત અને વિદેશની ઘણી હસ્તિઓએ હાજરી આપી હતી. લગ્ન બાદ અનંત અને રાધિકા હવે પેરિસ પહોંચી ગયા છે.
અનંત-રાધિકાની સાથે મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા તેમજ જમાઇ આનંદ પણ આ દિવસોમાં પેરિસમાં છે. આખો અંબાણી પરિવાર પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ટીમને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાનના અનંત-રાધિકાના ઘણા વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને પેરિસના રસ્તાઓ પર ટહેલતા મારતા જોવા મળે છે.
અનંતે ફ્લોરલ પ્રિન્ટનો લૂઝ શર્ટ અને શોર્ટ્સ પહેર્યા છે, જ્યારે રાધિકાએ લોંગ સ્કર્ટ અને હાફ સ્લીવ શર્ટ પહેર્યો છે. પેરિસની ગલીઓમાં પતિ અનંતનો હાથ પકડીને નો મેકઅપ લુક તેમજ સિમ્પલ હેરસ્ટાઇલમાં જોવા મળેલી રાધિકા ફેન્સનું દિલ જીતી રહી છે. આ પહેલા પણ બંનેના કેટલાક વીડિયો સામે આવ્યા હતા.
એક વીડિયોમાં અંબાણી પરિવારનો નાનો દીકરો તેની નવી પરણેલી દુલ્હન સાથે રિલાયન્સ ઈન્ડિયા હાઉસમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. અહીં બંનેનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
જો કે, આ દરમિયાન મુકેશ અંબાણી સિવાય અંબાણી પરિવારનો કોઈ અન્ય સભ્ય બંને સાથે જોવા મળ્યા ન હતા. જણાવી દઈએ કે, પેરિસમાં ઈન્ડિયા હાઉસની સ્થાપના અંબાણી પરિવારના રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે, જે પેરિસમાં એક આતિથ્ય કેંદ્ર છે.
View this post on Instagram
તેનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. એટલું જ નહીં, ઓલિમ્પિકમાં પહેલીવાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સભ્ય નીતા અંબાણી પેરિસના ઈન્ડિયા હાઉસમાં ભારતની ટેબલ ટેનિસ, શૂટિંગ, ગોલ્ફ, ટેનિસ અને જુડો ટીમોને ચીયર કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram