મિસિસ ચંડીગઢ અને તેનો દીકરો ગિરફ્તાર, એવા એવા મોટા કારનામા કર્યા કે હોંશ ઉડી જશે – જાણો સમગ્ર મામલો

2019માં મિસિસ ચંદીગઢ રહેલી અપર્ણા સરગોતા અને તેના દીકરા કુણાલ નાગપાલની ફેઝ-11 પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માતા-પુત્ર બંને પર વિદેશ મોકલવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. અપર્ણાનો પતિ સંજય સિંહ ઈમિગ્રેશન ફ્રોડ કેસમાં પહેલાથી જ જેલમાં છે. ડીએસપી સિટી-2 એ જણાવ્યું કે, ફેઝ-11 પોલીસે અપર્ણા અને કુણાલની ​​ધરપકડ કરી છે. આરોપીઓ લોકોને વિદેશ મોકલવાના સપના બતાવી લાખો રૂપિયા પડાવી લેતા હતા. ન તો તેઓને વિદેશ મોકલવામાં આવ્યા અને ન તો તેમના પૈસા પરત કરવામાં આવ્યા.

એસએચઓએ જણાવ્યું કે, વિદેશ મોકલવાના નામે છેતરપિંડીનો મુખ્ય આરોપી સંજય પહેલાથી જ જેલમાં છે. તેની પત્ની અને પુત્ર ઘણા સમયથી ફરાર હતા. આરોપીઓ ઠગાયેલી રકમથી સોનાના બિસ્કિટ ખરીદતા હતા. ઘટનાસ્થળેથી 500 ગ્રામ સોનાના બિસ્કિટ, 7 લાખ રૂપિયા અને એક ફોર્ડ ઈકો સ્પોર્ટ કાર મળી આવી છે. જણાવી દઈએ કે ચંદીગઢમાં અપર્ણા અને સંજય વિરુદ્ધ 14-15 કેસ પણ નોંધાયેલા છે. અપર્ણા વ્યવસાયે વકીલ હતી, તેણે 2019માં 40 વર્ષથી વધુની ઉંમરે મિસિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો.

મોહાલી પોલીસ સ્ટેશન ફેઝ-11ના SHOના જણાવ્યા અનુસાર, પોલીસને અપર્ણા વિરુદ્ધ લગભગ 2.5 થી 3 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ મળી છે. આ સિવાય ધોખાધડી અને છેતરપિંડીના વધુ 25 જેટલા કેસ દર્જ છે. પોલીસને મળેલી ફરિયાદ મુજબ, અપર્ણાએ તેના પતિ સંજય સાથે મળીને મોહાલીના સેક્ટર 105માં ઈમિગ્રેશન ઓફિસ ખોલી હતી. આ ઓફિસ અપર્ણાની છેતરપિંડીનો અડ્ડો હતી.

અહીં અપર્ણા અને તેનો પતિ સંજય એવા લોકોને શિકાર બનાવતા હતા જેઓ વિદેશ જવાના સપના જોતા પણ તેમને વધારે સમજણ ન હતી. આ બંને પતિ-પત્ની આવા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા. અપર્ણા તેની મીઠી મીઠી વાતોથી પીડિતોને ફસાવતી, જ્યારે સંજય તેમને ટેક્નિકલ બાબતોમાં એવી રીતે લલચાવતો કે તેની પકડમાં આવેલ પીડિતો ખિસ્સા ખાલી કર્યા વિના ઓફિસમાંથી બહાર ન નીકળે. આ લોકો તે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા અને ફાઇલને વિઝા માટે એમ્બેસીમાં જમા કરાવવાનો ઝાંસો આપતા.

આ પછી તેમને વિદેશ મોકલવાનું તો ઠીક પરંતુ તેમનો ફોન પણ ન ઉપાડતા. હવે પોલીસે તેમનું બેંક એકાઉન્ટ અને પ્રોપર્ટી શોધવાનું શરૂ કર્યું છે. પોલીસનું કહેવું છે કે પૈસાની વસૂલાત કરવા માટે આરોપીની સંપત્તિ જપ્ત કરવામાં આવશે, જેથી પીડિતોને ન્યાય મળી શકે.

Shah Jina