રોફ જમાવતી ટ્રેઇની IASને ઘરભેગી કરી, UPSC એ સિલેક્શન કર્યુ રદ- નખરાળી પૂજા ખેડકરની IASની નોકરી ગઈ

પૂજા ખેડકર પર UPSC નું મોટુ એક્શન : હવે નથી રહી IAS, પરીક્ષા આપવા પર પણ લાગી રોક

વિવાદોમાં ઘેરાયેલી IAS પૂજા ખેડકર વિરુદ્ધ UPSCએ મોટી કાર્યવાહી કરી છે. હવે તે IAS નહીં રહે. યુપીએસસીએ પૂજા ખેડકરને ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા કે પસંદગીમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત CSE-2022 માટે તેની ઉમેદવારી પણ પંચ દ્વારા રદ કરવામાં આવી છે. આયોગે એક નિવેદન જારી કરીને આ કાર્યવાહી અંગે માહિતી આપતા કહ્યું કે તમામ રેકોર્ડ તપાસ્યા બાદ સામે આવ્યું છે કે પૂજા ખેડકરે CSE-2022ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

પંચે CSEના છેલ્લા 15 વર્ષના ડેટાની સમીક્ષા કરી હતી જેમાં 15 હજારથી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બુધવારે એટલે કે 31 જુલાઈએ દિલ્હી કોર્ટમાં પૂજા ખેડકરના વચગાળાના જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટ આજે એટલે કે 1 ઓગસ્ટે પોતાનો ચુકાદો આપશે. તાજેતરમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. યુપીએસપીની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી શરૂ કરી હતી.

પૂજા ખેડકર પર આરોપ છે કે દસ્તાવેજોમાં નામ, તસવીર, ઈમેલ અને એડ્રેસમાં ખોટી જાણકારી આપી. ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ પૂજા ખેડકરે ધરપકડ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પહેલા UPSCએ પૂજા ખેડકરને પણ નોટિસ જારી કરી હતી. કમિશનને તપાસમાં જાણવા મળ્યું હતું કે ખેડકરે તેનું નામ, પિતા અને માતાનું નામ, ફોટોગ્રાફ/સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર બદલીને નકલી ઓળખ બનાવીને પરીક્ષાના નિયમો હેઠળ સ્વીકાર્ય સીમાથી વધારે પ્રયાસનો ધોખાધડીથી લાભ ઉઠાવ્યો.વાસ્તવમાં, પૂજા ખેડકર તેના શોખ અને સુવિધાઓ માટે ચર્ચામાં આવી હતી.

પૂજા ખેડકર પર એવી સવલતોની માંગ કરવાનો આરોપ હતો જેના માટે તે તાલીમાર્થી IAS અધિકારી તરીકે હકદાર ન હતી. આ સિવાય તેના પર એક વરિષ્ઠ અધિકારીની ચેમ્બર પર કબજો કરવાનો પણ આરોપ છે. અહેવાલ છે કે પૂજા ખેડકરે તેની અંગત ઓડી કારમાં લાલ બત્તી અને ‘મહારાષ્ટ્ર સરકાર’ની પ્લેટ લગાવવામાં આવી હતી. આ પછી જ્યારે મામલાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેણે યુપીએસસીમાં સિલેક્શન કરાવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યુ.

Shah Jina