ભારતે ઓલિમ્પિકમાં જીત્યો વધુ એક મેડલ ! ખેડ઼ૂતના બંદૂકબાજ દીકરાએ બ્રોન્ઝ જીતી રચી દીધો ઇતિહાસ

સ્વપ્નિલ કુસાલેએ જીત્યો ભારત માટે ત્રીજો મેડલ, મેરાથન ઓફ શુટિંગમાં લહેરાવ્યો પરચમ

પેરિસ ઓલિમ્પિક 2024માં સ્વપ્નિલ કુસાલેએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં આ મેડલ જીત્યો, જેને શૂટિંગની મેરેથોન પણ કહેવામાં આવે છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. ભારતે શૂટિંગમાં ત્રણેય મેડલ જીત્યા છે. સ્વપ્નિલ કુસાલે પહેલા મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ગેમ્સમાં મેડલ જીત્યા હતા.

ઓલિમ્પિક ઈતિહાસની વાત કરીએ તો, બુધવારે 50 મીટર રાઈફલ 3 પોઝિશન શૂટિંગના ક્વોલિફિકેશન રાઉન્ડમાં મેડલ જીતનાર સ્વપ્નિલ સાતમો ભારતીય શૂટર છે. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલે કુલ 590ના સ્કોર સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે નીલિંગમાં 198, પ્રોનમાં 197 અને સ્ટેન્ડિંગમાં 195 રન બનાવ્યા હતા. કુસાલ ગુરુવારે પણ ભારતની કરોડો ઉમ્મીદો પર ખરો ઉતર્યો અને દેશને મેડલ અપાવ્યુ.

એમએસ ધોનીને પોતાનો આઇડલ માનનાર સ્વપ્નિલે ફાઇનલમાં કુલ રહીને નિશાનો લગાવ્યો. ફાઇનલમાં એક સમયે તે છઠ્ઠા સ્થાને સરકી ગયો હતો પરંતુ દબાણમાં આવી જવાને જગ્યાએ મહારાષ્ટ્રના આ શૂટરે પોતાની રમત ઉપર ઉઠાવી. તેણે ધીમે ધીમે ટેલીમાં ઉપર અઠવાનું શરૂ કર્યું. લાંબા સમય સુધી સ્વપ્નિલ પાંચમા નંબર પર અટવાયેલો જોવા મળ્યો હતો.

આ પછી તે ચોથા નંબરે આવ્યો અને પછી ત્રીજા નંબરે પહોંચ્યો. તે સમયે એવું લાગતું હતું કે તે સિલ્વર કે ગોલ્ડ મેડલ જીતી શકે છે, પરંતુ એવું ન થયું. જણાવી દઈએ કે સ્વપ્નિલ કુસાલે 17 મે 2024ના રોજ ભોપાલમાં આયોજિત ફાઈનલ સિલેક્શન ટ્રાયલમાં 2024 ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો હતો. 1995માં જન્મેલ સ્વપ્નિલ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેણે નીલિંગમાં 153.3 (1લી સીરીઝ- 50.8, બીજી સીરીઝ- 50.9, 3જી સીરીઝ- 51.6) સ્કોર કર્યો હતો અને છઠ્ઠા નંબર પર રહ્યો.

આ પછી તેણે પ્રોનમાં 156.8 (પ્રથમ સીરીઝ- 52.7, બીજી સીરીઝ- 52.2, ત્રીજી સીરીઝ- 51.9) સ્કોર કરીને પોતાની સ્થિતિ સુધારી. પ્રોન બાદ તે 5મા નંબરે પહોંચી ગયો હતો. અહીંથી તેને કમાલ કરવાની જરૂર હતી. સ્વપ્નિલે સ્ટેંડિંમાં પ્રથમ સીરીઝમાં 51.1 અને બીજી સીરીઝમાં 50.4 એટલે કે એકંદરે 101.5નો સ્કોર કર્યો. તેનો કુલ સ્કોર 422.1 હતો અને તે ત્રીજા સ્થાને પહોંચી ગયો.

Shah Jina