મહિલા બોક્સરની પુરુષ સાથે મેચ ! 46 સેકન્ડની ખૂની જંગ- મચી બબાલ
પેરિસ ઓલિમ્પિક 2024ના છઠ્ઠા દિવસે એક મોટો વિવાદ જોવા મળ્યો, જેમાં મહિલા બોક્સિંગની વેલ્ટરવેટ કેટેગરીમાં ઇટલીની એન્જેલા કેરિની અને અલ્જીરિયાના ઇમાન ખલીફ વચ્ચેનો મુકાબલો માત્ર 46 સેકન્ડમાં સમાપ્ત થઈ ગયો. આ મહત્વપૂર્ણ બોક્સિંગ મેચ આટલી ઝડપથી ખતમ થવાને કારણે બધાને આશ્ચર્ય થયું, પરંતુ તેનું કારણ હતું ઈમાન ખલીફનો મુક્કો, જે ઈટાલિયન બોક્સર એન્જેલા કેરિનીને એટલો જોરથી વાગ્યો કે તે રડવા લાગી અને બાદમાં તેણે તરત જ મેચ છોડવાનો નિર્ણય લઇ લીધો.
આ પછી પેરિસ ઓલિમ્પિકમાં એક નવો વિવાદ સામે આવ્યો. ઈમામ ખલીફ એ બોક્સર છે જેના પર મહિલા નહીં પણ પુરુષ હોવાનો આરોપ છે અને આ કારણથી ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને ગયા વર્ષે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે અલ્જેરિયાની બોક્સિંગ ખેલાડી ઈમાન ખલીફ પર મહિલા નહીં પરંતુ પુરુષ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને તેની તપાસ કરાવી હતી.
ઈમાનના રિપોર્ટમાં ખુલાસો થયો કે તેનું ટેસ્ટોસ્ટેરોન લેવલ સામાન્ય મહિલા કરતા ઘણું વધારે છે અને તેની સાથે તેના ડીએનએ ટેસ્ટમાં XY ક્રોમોઝોમ જોવા મળ્યા જે પુરુષોમાં હોય છે. જ્યારે સ્ત્રીઓમાં X-X હોય છે. IBA દ્વારા પ્રતિબંધિત હોવા છતાં અલ્જેરિયાની બોક્સર ઈમાનને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક કેવી રીતે મળી ? તે એક મોટો સવાલ છે.
એન્જેલા અને ઈમાન વચ્ચે મુક્કાબાજીની એક મિનિટ પણ નહોતી થઇ કે ઇટલીની બોક્સરે મેચ છોડી દીધી. આ દરમિયાન એન્જેલાનું ‘હેડગિયર’ પણ બે વાર હટી ગયુ હતુ જે બાદ તેણે મુકાબલામાંથી ખસી જવાનો નિર્ણય કર્યો. આ પછી એન્જેલાએ ઇમામ સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કરી દીધો. તે રિંગમાં રડી પડી હતી.
Italian boxer Angela Carini left her fight against Algeria’s Imane Khelif after just 46 seconds at the Paris Olympics.
The match drew attention due to questions about Khelif’s gender test results.
pic.twitter.com/ZFrgoX2pGq— No Jumper (@nojumper) August 1, 2024