સિંપલ ચશ્મા, સફેદ વાળ…ખીચામાં હાથ નાખી 51 વર્ષના એથલીટે જીત્યો સિલ્વર- વીડિયો વાયરલ
હાલમાં પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે. તમે જોયું જ હશે કે દરેક એથ્લેટ પોતાની ઈવેન્ટ માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. શૂટિંગની ઇવેન્ટમાં, શૂટર પહેલા હેડફોન અને ખાસ પ્રકારના ચશ્મા પહેરે છે અને પછી શૂટિંગ માટે આવે છે. ઉપરાંત, મોટાભાગના યુવા એથ્લેટ દેખાઈ રહ્યા છે અને તેઓ મેડલ પણ જીતી રહ્યા છે.
પરંતુ, પેરિસ ઓલિમ્પિકમાં ખૂબ જ કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળેલા એથલીટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થવાનું કારણ તેમની કેઝ્યુઅલ સ્ટાઈલ છે, જેમાં તે કોઈપણ એક્સેસરીઝ વિના આવે છે અને નિશાનો સાધી સિલ્વર મેડલ જીતી જતા રહે છે. તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. લોકો તેમની કેઝ્યુઅલ સ્ટાઈલ વિશે ઘણી વાતો કરી રહ્યા છે અને વખાણ પણ કરી રહ્યા છે.
આ એથ્લેટની ખૂબ ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કારણ કે તેમની ઉંમર 51 વર્ષની છે. આ એથલીટ તુર્કીનો છે, જેનું નામ યુસુફ ડિકેક છે. 51 વર્ષીય તુર્કી શૂટર એર પિસ્તોલ શૂટ છે અને તેમણે 10 મીટર મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે તે સાત વખતના યુરોપિયન ચેમ્પિયન પણ છે. આ પહેલા વર્ષ 2014માં તે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ અને 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલમાં ડબલ વર્લ્ડ ચેમ્પિયન હતા, તેમની સ્ટાઈલ જોઈને લોકોને લાગે છે કે તે કોઈ ગુપ્ત એજન્ટ છે.
Currently the most famous man in the world
— Enez Özen (@Enezator) July 31, 2024