રવિચંદ્રન અશ્વિનનો એન્ગ્રી લુક જોયો ? ડગઆઉટમાં બેસી સાથી ખેલાડીને આપી ધમકી, સામે આવ્યો ગુસ્સામાં લાલચોળ સ્પિનર અશ્વિનનો VIDEO
ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિનર રવિચંદ્રન અશ્વિન હંમેશા મેદાન પર તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે. ફેન્સને પણ મેદાન પર અશ્વિનની શાનદાર સ્ટાઈલ ગમે છે, પરંતુ હાલમાં જ અશ્વિન તમિલનાડુ પ્રીમિયર લીગની મેચ દરમિયાન ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અશ્વિન ટીમના ડગઆઉટમાં ઉભો છે અને કોઈની તરફ ગુસ્સાથી ઈશારા કરી રહ્યો છે..
આ ઘટના ડિંડિગુલ ડ્રેગન્સ અને ચેપોક સુપર ગિલીઝ વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચમાં બની હતી, જ્યારે આર અશ્વિન TNPL 2024 દરમિયાન ગુસ્સામાં જોવા મળ્યો હતો. શિવમ સિંહ અને નવો બેટ્સમેન બાબા ઈન્દ્રજીત વચ્ચે કન્ફ્યુઝન થઇ ગયુ અને ઈન્દ્રજીત પહેલા બોલ પર જ રનઆઉટ થઈ ગયો. સતત બીજી વિકેટ પડતી જોઈને અશ્વિન ખૂબ જ ગુસ્સામાં આવી ગયો અવે તેને ગુસ્સામાં બૂમો પાડતો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
આર અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યો હતો. તેણે મેચમાં 35 બોલમાં 57 રનની શાનદાર પારી રમી. મેચ બાદ વાત કરતા અશ્વિને કહ્યું હતું કે તેને તેના સાથી ખેલાડીઓ સાથે આ ઘટના અંગે ચર્ચા કરવી પડશે જેને તે બાકી સિઝનમાં જોવા નથી માગતો. મેચ પછીના પ્રેઝન્ટેશનમાં અશ્વિને વધુમાં કહ્યું હતું કે દબાણ એવી પરિસ્થિતિઓનું સર્જન કરે છે.
આપણે ચર્ચા કરવી પડશે, પરંતુ મહત્વની વાત એ છે કે અમે મેચ પૂરી કરી હતી. તેમ છતાં, અમે તેમને ઓછા સ્કોર પર રાખ્યા હતા. આંતરરાષ્ટ્રીય અને આઈપીએલ ખેલાડી તરીકે મારા પર જવાબદારી હતી કે હું સારું પ્રદર્શન કરું. અમે પરફેક્ટ રમત રમી નથી, આશા છે કે અમે આવનારી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરીશું. અહીં સમર્થન આપવા આવેલા ચાહકોનો આભાર.
Nov ash na 😂🔥 pic.twitter.com/enZZgZzwBY
— being_vj (@rising_raj_) August 1, 2024