7 મહિનાની પ્રેગ્નેટ એથલીટનો કમાલ, ઓલિમ્પિકમાં બતાવ્યો દમ, હુસ્ન એવું કે બોલિવુડ એક્ટ્રેસ પણભરે પાણી
પેરિસ ઓલિમ્પિક 2024માં ખેલાડીઓ વચ્ચે મેડલ માટે રેસ ચાલી રહી છે. આ દરમિયાન ઇજિપ્તની એથલીટ દરેક માટે પ્રેરણા બની છે. ઇજિપ્તની સેબર ફેંસર નાડા હાફેઝ સાત મહિનાની ગર્ભવતી હોવા છતાં પેરિસ ઓલિમ્પિક 2024માં પ્રવેશ્યા પછી હેડલાઇન્સ બનાવી રહી છે.
26 વર્ષીય એથ્લેટે મહિલાઓની સેબર વ્યક્તિગત સ્પર્ધાના રાઉન્ડ 16 માટે તેની પાત્રતાની જાહેરાત કરતી વખતે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. નાડા હાફેઝે તેની પોસ્ટમાં લખ્યું, “પોડિયમ પર તમને જે બે ખેલાડીઓ દેખાયા, તે ખરેખર ત્રણ હતા ! હાફેઝે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું, “તે હું હતી, મારો પ્રતિસ્પર્ધી અને મારી દુનિયામાં કદમ રાખનાર બાળક, લિટલ ચાઇલ્ડ.
નાડાએ આગળ લખ્યું, “મેં અને મારા બાળકે શારીરિક અને ભાવનાત્મક બંને પડકારોનો સામનો કર્યો. ગર્ભાવસ્થામાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. આ જીવનની સૌથી મહત્વપૂર્ણ તક છે. પરંતુ આ સાથે ખેલાડીએ સંતુલન પણ જાળવવું પડે છે. જ્યારે પડકારો આવે છે, ત્યારે આપણને તેનો સામનો કરવાની હિંમત મળે છે. નાડાએ અત્યાર સુધી ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
પહેલા જ રાઉન્ડમાં તેણે ઐતિહાસિક ઉલટફેરમાં વિશ્વના નંબર 10 પ્લેયર એલિઝાબેથ ટાર્ટાકોવ્સ્કીને 15-13થી હરાવી. નાડાએ ઓલિમ્પિકમાં અત્યાર સુધી પોતાની પ્રેગ્નન્સીના સમાચાર લોકોને શેર કર્યા ન હતા. વાસ્તવમાં તે યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. તેણે કહ્યું કે ગર્ભાવસ્થાની જાહેરાત કરવા માટે આનાથી વધુ સારી ક્ષણ હોઈ શકે નહીં.