નવી સંસદની છતથી પાણી લીક, નીચે રાખી ડોલ : વિપક્ષ બોલ્યુ- સંસદ બહાર પેપર લીક અને અંદર પાણી લીક, લોકસભા સચિવાલય બોલ્યા- ઠીક કરાવી લીધુ

નવી સંસદની છતથી પાણી લીક, નીચે રાખી ડોલ : વિપક્ષ બોલ્યુ- સંસદ બહાર પેપર લીક અને અંદર પાણી લીક, લોકસભા સચિવાલય બોલ્યા- ઠીક કરાવી લીધુ

1200 કરોડના ખર્ચે નવી સંસદ બનાવવામાં આવી હતી. આ નવી સંસદમાં કામ શરૂ થયાને એક વર્ષ પણ વીત્યું નથી, અને વરસાદના થોડા કલાકોમાં જ છતમાંથી લીકેજ અને પાણી ટપકવાના અહેવાલો આવવા લાગ્યા. વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશને ડોલનો આશરો લેવો પડ્યો. હવે લોકસભા સચિવાલયે આ ઘટના પર નિવેદન જાહેર કર્યું છે.

લોકસભા સચિવાલયે સંસદ ભવનની છત લીક થવાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે સંસદ ભવનમાં કોઈ છત લીક થઈ નથી અને ન તો પાણીનો ભરાવો થયો છે. લોકસભા સચિવાલયે જણાવ્યું હતું કે બુધવારે અતિશય વરસાદને કારણે બિલ્ડિંગની લોબીની ઉપરના કાચના ગુંબજને ઠીક કરવા માટે વપરાતું એડહેસિવ થોડું ખસી ગયું હતું, જેના કારણે લોબીમાં પાણીનું મામૂલી લીકેજ થયું હતું.

જો કે, સમસ્યા સમયસર શોધી કાઢવામાં આવી અને તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવ્યા. આ પછી પાણીનું વધુ લીકેજ જોવા મળ્યું નહોતું. એ જ રીતે મકર દ્વારની સામે એકઠું થયેલું પાણી પણ ડ્રેનેજ સિસ્ટમ દ્વારા ઝડપથી બહાર નીકળી ગયું હતું. કોંગ્રેસના મણિકમ ટાગોરે આ વીડિયો શેર કરીને સરકાર પર નિશાન સાધ્યું.

તેમણે કહ્યું- સંસદની બહાર પેપર લીક અને અંદર પાણી લીક. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ 10 ડિસેમ્બર 2020ના રોજ તેનો શિલાન્યાસ કર્યો હતો. નવી સંસદ ભવનનું નિર્માણ 15 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલ આ ઈમારત વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જે 28 મહિનામાં બનાવવામાં આવી છે.

Shah Jina