અસિમ રિયાઝે રોહિત શેટ્ટી સાથે કરી એવી હરકત કે ભડક્યા લોકો, હોસ્ટ બોલ્યા- હું તને અહીંયા જ ઉઠાવી પટકી દઇશ…

અસિમ રિયાઝે રોહિત શેટ્ટી સાથે કરી એવી હરકત કે ભડક્યા લોકો, હોસ્ટ બોલ્યા- હું તને અહીંયા જ ઉઠાવી પટકી દઇશ…

ખતરો કે ખિલાડી 14 તેના લોન્ચિંગ પહેલા જ વિવાદોને લઈને ચર્ચામાં છે. શોના કંટેસ્ટેંટ અસિમ રિયાઝને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. તેણે ખતરોં કે ખિલાડીને બિગ બોસ બનાવી દીધો, કારણ કે શોમાંથી તેની લડાઈના વીડિયો સતત સામે આવી રહ્યા છે. ત્યાં હવે તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક્ટર ખરાબ રીતે ચીસો પાડતો જોવા મળે છે. તેની રોહિત શેટ્ટી સાથે પણ ટક્કર થઈ હતી.

રોહિત શેટ્ટી છેલ્લા 10 વર્ષથી ખતરોં કે ખિલાડી સાથે જોડાયેલા છે, પરંતુ અસિમ રિયાઝનું વલણ જોઈને તે પણ પોતાનો ગુસ્સો ગુમાવી બેઠા. આ વીડિયોને લઇને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અસીમની લડાઈ બાદ તેને ખતરો કે ખિલાડી 14થી બહાર કરી દેવાયો છે. એક એપિસોડમાં અસિમ રિયાઝ, આશિષ મેહરોત્રા અને નિયતિ ફતનાનીને એક ટાસ્ક કરવાનો હતો, આ એક એલિમિનેશન ટાસ્ક હતો જ્યાં બે લોકો બચતા અને એકને શોમાંથી બહાર થવું પડતુ.

આશિષ અને નિયતિએ ટાસ્ક પૂરો કર્યો, પણ આસિમે ના કર્યો. આ પછી તે મેકર્સ પર આરોપ લગાવવા લાગ્યો કે ટાસ્ક અસંભવ હતો અને ખતરો કે ખિલાડી ટીમને કહ્યુ કે તે કરીને બતાવે. એક્ટરે એ પણ કહ્યુ કે તે શોમાંથી એક પણ રૂપિયો નહીં લે. આસિમની શોની ટીમના કેટલાક લોકો સાથે બહેસ પણ થઇ ગઇ. આસિમે કહ્યું, “મારી પાસે એટલા પૈસા છે કે તમે લોકો કલ્પના પણ કરી શકતા નથી. હું 6 મહિનામાં ચાર કાર બદલું છું. તમને લાગે છે કે મને પૈસાની જરૂર છે ?

હું અહીં મારા ફેન્સ માટે, આ લૂઝર્સ માટે આવું છું (બાકી કંટેસ્ટેંટ તરફ ઇશારો કરતા).” આ સાંભળીને અભિષેક કુમારે અસીમની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો અને બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ. આ અથડામણ વચ્ચે અસિમે તેના જૂતા કાઢીને અભિષેક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. અસીમ રિયાઝના આરોપો પછી રોહિત શેટ્ટીએ રિહર્સલનો વીડિયો બતાવ્યો, જેમાં ટીમે ખતરોં કે ખિલાડીનું કામ સુરક્ષિત રીતે પૂરું કર્યું.

હોસ્ટે કહ્યું કે કંટેસ્ટેંટને આપતા પહેલા તેમની ટીમ દરેક ટાસ્કની ચકાસણી કરે છે અને દરેક વસ્તુ પર ધ્યાન આપે છે. અસિમને ઠપકો આપતા રોહિતે કહ્યું, “ગઈકાલે પણ તેં ઘણી બકવાસ વાત કરી હતી. સાંભળ, મારી વાત સાંભળ, નહીંતર હું તને ઉઠાવી અહીંયા જ પટકી દઈશ. મારી સાથે આવું ખરાબ વર્તન ન કર.” વીડિયોમાં આસિમ પણ રોહિત સાથે ઝપાઝપી કરવા આગળ વધતો જોવા મળ્યો હતો. ત્યારે આ વિવાદ વચ્ચે આસિમ રિયાઝે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી, જેમાં તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.

જેના કારણે ચાહકોમાં મૂંઝવણમાં છે કે તે કોની તરફ ઈશારો કરી રહ્યો છે. અસિમ રિયાઝે ઈન્સ્ટાગ્રામ પર ઘણા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા શેર કર્યા છે. જેમાંથી એકમાં તે પોતાની મિડલ ફિંગર બતાવતો જોવા મળી રહ્યો છે. ત્યારે અભિષેક કુમારના ચાહકો આના પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અસિમ રિયાઝ રોદુ બેબી છે.’ જ્યાકે એક યુઝરે અભિષેકને અસીમનો બાપ ગણાવ્યો. બીજા એકે લખ્યું, ‘અસિમ રોકેટ અને રોહિત હેરાન.’ અન્ય એકે લખ્યું, ‘બાબા 2 એપિસોડે KKK14ની બધી લાઇમલાઇટ લૂંટી લીધી.’

Shah Jina