અભિષેક-આરાધ્યાને છોડીને વહુરાણી ઐશ્વર્યા રાય આવી ગઈ ન્યૂયોર્ક, આ વ્યક્તિ જલસા કરતી દેખાઈ, જુઓ તસવીરો
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેના લગ્નને 17 વર્ષ થયા છે અને આ કપલને એક સુંદર પુત્રી પણ છે, જેનું નામ આરાધ્યા છે. કેટલાક દિવસોથી ચાહકો ઐશ-અભિષેકની જોડીને લઈને ચિંતિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હોવાથી આ કપલ છૂટાછેડા લેવા માંગે છે.
અંબાણી પરિવારમાં તાજેતરમાં જ અનંત-રાધિકાના લગ્ન થયા, લગ્ન ફંક્શનમાં પણ એશ્વર્યા બચ્ચન પરિવારથી અલગ તેની દીકરી સાથે પહોંચી જ્યારે અભિષેક પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન જ લોકોના મનમાં શંકા જાગી અને છૂટાછેડાની અફવાઓએ વેગ પકડ્યો. ત્યારે છૂટાછેડાની અફવાઓ વચ્ચે અભિનેત્રી તેની પુત્રી સાથે ન્યૂયોર્કમાં વેકેશન માણી રહી છે.
ઐશ્વર્યા રાય તેના પરિવાર અને પતિથી દૂર છે અને રજાઓ માણી રહી છે. હાલમાં જ ઐશ ન્યૂયોર્કમાં તેના એક ફેન સાથે જોવા મળી હતી. વાસ્તવમાં ન્યૂયોર્કની રહેવાસી જેરી રેયના નામની એક ફેને ઐશ્વર્યા રાય સાથે એક તસવીર શેર કરી છે. ઐશ્વર્યા રેડ અને બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. તસવીર કોઈ રેસ્ટોરન્ટની હોય તેવું લાગી રહ્યું છે.
ઐશ્વર્યા સાથેની તસવીર શેર કરતાં જેરીએ લખ્યું, ‘જીવનમાં બે વાર તમારા આઇડલને મળવું એ ગ્રિડ પર એક સ્થાન મેળવવા જેવું છે. હંમેશા મારા પ્રત્યે આટલા દયાળુ રહેવા બદલ એશનો આભાર. મારા જીવનમાં તેમના પ્રભાવ વિશે મેં તમને કહ્યું તે તેમણે ખૂબ ધ્યાનથી સાંભળ્યું. આ માટે તમારો આભાર માનવો એ હંમેશા મારું સપનું હતું. હું આ દુનિયામાં તમારી તમામ ખુશીઓ અને આનંદની કામના કરુ છું.’