ઓગસ્ટમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી- વાંચો

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામેલો છે, 30 જુલાઇની વાત કરીઓ તો કચ્છના અબડાસામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. પાટણમાં ત્રણ ઈંચ જ્યારે પાટણના સરસવતીમાં સાડા ત્રણ ઈંચ તેમજ બનાસકાંઠાના ભાભોરમાં અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 27 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો.

અંબાલાલ પટેલે ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તેને કારણે વરસાદ યથાવત રહેશે. અંબાલાલે કહ્યું- 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે.

ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે. આ દરમિયાન વરસાદી ઝાપટાં ગુજરાતમાં આવી શકે છે. 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે.

આ ઉપરાંત તેમણે કહ્યુ- તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે. બુધ-શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહેશે. 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે.

Shah Jina