લગ્ન બાદ મોર્ડન અંદાજમાં જોવા મળી રાધિકા, ગળામાં પહેર્યુ મંગળસૂત્ર- સિંપલ લુકમાં પણ લાગી ખૂબસુરત- જુઓ તસવીરો
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા, ત્યારબાદ રાધિકાનું એન્ટિલિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લગ્ન બાદ અંબાણી પરિવારે શુભ આશીર્વાદ અને ત્યારબાદ કપલ માટે ગ્રૈંડ રિસેપ્શન પણ રાખ્યુ. લગ્ન અને તેના પહેલા-પછીના દરેક કાર્યક્રમમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓનો મેળાવડો જોવા મળ્યો.
મુંબઈમાં ભવ્ય લગ્ન સમારોહ પછી બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા હાલમાં પેરિસમાં રજાઓ માણી રહ્યા છે. આ દરમિયાન તે પેરિસ ઓલિમ્પિક 2024માં જોવા મળ્યા હતા. બંનેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાધિકા મર્ચન્ટ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર ambani_update નામના પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. અનંત અને રાધિકા સહિત આખો પરિવાર પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો. હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા, જેમાં બંનેનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે.
બંને પોતાના પરિવાર સાથે ઓલિમ્પિકની મજા માણતા જોવા મળે છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સભ્ય છે, જેના કારણે તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે ફ્રાન્સની રાજધાનીમાં હાજર છે. લુકની વાત કરીએ તો, અનંતે પ્રિન્ટેડ કેઝ્યુઅલ શર્ટ પહેર્યો હતો, જ્યારે રાધિકાએ નારંગી રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.
View this post on Instagram
આ સાથે તેણે ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યું હતું, જેના પર ‘AR’ લખેલું છે. આ કપલ મોડર્ન લુકમાં એકદમ ક્લાસી લાગી રહ્યુ હતું. જણાવી દઇએ કે, મુંબઇમાં લગ્ન બાદ આખો પરિવાર લંડનમાં છે, જ્યાં કપલના લગ્નની ફરીથી ઉજવણી થવાની છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
View this post on Instagram