મનુ ભાકરે રચી દીધો ઇતિહાસ, એક જ ઓલંપિકમાં બે મેડલ જીતવાવાળી પહેલી ભારતીય બની
વાહ ! મનુ ભાકર, વાહ ! સરબજોત સિંહ… તેમની જોડીએ પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો હતો. ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિકસ્ડ ટીમ ઈવેન્ટમાં ઓહ યે જીન અને લી વોનહોની કોરિયાઇ જોડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની.
વાસ્તવમાં, મનુ ભાકર આઝાદી પછી એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની છે. જેમણે સરબજોત સિંહ સાથે મળીને પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિકસ્ડ ટીમ કેટેગરીમાં કોરિયાને હરાવીને ઈતિહાસ રચ્યો. ભારતીય જોડીએ કોરિયાને 16-10થી હરાવીને આ ઓલિમ્પિકમાં દેશને બીજો મેડલ અપાવ્યો હતો.
આ પહેલા મનુએ 1900 ઓલિમ્પિકમાં 200 મીટર ફર્રાટા અને 200 મીટર બાઘા દોડમાં રજત પદક જીત્યો હતો પણ તે આઝાડી પહેલાનો છે. પેરિસ ઓલંપિક 2024ના ચોથા દિવસે ફેન્સની નજર એકવાર ફરી મનુ ભાકર પર રહી.તે 10 મીટર એર પિસ્તલ મિકસ્ડ ટીમ બ્રોન્ઝ મેડલ મેચમાં આજે (30 જુલાઈ) ભારતના સરબજોત સિંહ સાથે રમવા આવી હતી.
અગાઉ, મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, આ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની હતી. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા, જે ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ હતો. આ ઉપરાંત, ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ હતો.
પરંતુ આજે મનુએ વધુ એક મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે જ હવે તેણે ઓલિમ્પિક શૂટિંગમાં કુલ મેડલની સંખ્યા વધારીને 6 કરી દીધી છે. મનુ ભાકરે 30 જુલાઈના રોજ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની.
Pride of India pic.twitter.com/l1gz6rL6Vo
— R A T N I S H (@LoyalSachinFan) July 30, 2024