પેરિસ ઓલમ્પિકમાં 2 મેડલ જીતીને નવો કીર્તિમાન સર્જનારી મનુ ભાકરના કોચનું છલકાયું દર્દ, “જે લોકોએ દુર્વ્યવહાર કર્યો.. એ ઇન્ટરવ્યૂ લેવા આવે છે..” જુઓ

બે વર્ષ પહેલા કોચ સાથે વિવાદને લઈને અલગ થઇ ગઈ હતી મનુ ભાકર, આ વર્ષે બધું જ ભુલાવીને સાથે આવ્યા અને દેશ માટે 2 મેડલ લાવી મનુ… જુઓ આ સફળતા પર કોચે શું કહ્યું ?

Jaspral Rana React After Manu Bhaker : ભારતીય યુવા શૂટર મનુ ભાકરે 30 જુલાઈએ ભારતના ઓલિમ્પિક ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો. મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ બાદ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય બની હતી. મનુની આ સિદ્ધિ એટલા માટે પણ મહત્વની છે કારણ કે ત્રણ વર્ષ પહેલા મનુ એક વિવાદને કારણે તેના કોચથી અલગ થઈ ગઈ હતી અને ટોક્યો ઓલિમ્પિકની કોઈપણ ઈવેન્ટની ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ શકી ન હતી.

હવે વર્ષ બદલાયું છે, સંજોગો બદલાયા છે અને મનુ ભાકરે ઇતિહાસ રચ્યો છે. આ સફળતાનો શ્રેય જે લોકોને જાય છે તેમાં તેમના અંગત કોચ જસપાલ રાણાનો સમાવેશ થાય છે. 2021માં ઓલિમ્પિક ગેમ્સ પહેલા, મનુ ભાકર તેની સાથેના મોટા વિવાદ બાદ તેના કોચ જસપાલ રાણાથી અલગ થઈ ગઈ હતી. જો કે બે વર્ષ પછી બંને બધુ ભૂલી ગયા અને સાથે આવ્યા અને ઓલિમ્પિક મેડલની તૈયારી કરવા લાગ્યા. તેના કોચ જસપાલ રાણાએ પણ મનુ ભાકરની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી.

RevSportz સાથેની મુલાકાતમાં, તેમણે મનુ ભાકર અને તેના પરિવારને મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના જીવન સંઘર્ષ વિશે પણ ખુલીને વાત કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન પૂર્વ ઓલિમ્પિયન જસપાલ રાણા પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે ટોક્યો ઓલિમ્પિકમાં મનુ ભાકરની હાર બાદ તેને કેવી રીતે સંઘર્ષ કરવો પડ્યો. તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, તેણે પૈસા કમાવવા માટે નોકરી પણ શોધવી પડી.

જસપાલ રાણાએ જણાવ્યું કે ટોક્યો ઓલિમ્પિકથી તે આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યો છે. મનુ ભાકરે પેરિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ મહિલા શૂટર બની છે. આ હોવા છતાં, તેમને 3 વર્ષથી નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી તેમનો પગાર મળ્યો નથી, જેના કારણે તેમને તાત્કાલિક રોજગારનું સાધન શોધવાની ફરજ પડી હતી.

જસપાલ રાણાએ કહ્યું કે જે લોકોએ ટોક્યો ઓલિમ્પિક બાદ મારી સાથે ગેરવર્તણૂક કરી, મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મને વિલન બનાવ્યો, તેઓ હવે મારો ઇન્ટરવ્યુ લેવા માગે છે. કોઈ વાંધો નથી, મેં ઈન્ટરવ્યુ આપ્યા છે, પણ શું આ લોકો મારી આર્થિક ખોટ ભરપાઈ કરી શકશે? મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા પર તેના હોનહાર વિદ્યાર્થીની સફળતા પર ખુશી વ્યક્ત કરી, જ્યારે તેની આર્થિક સ્થિતિ પર પ્રકાશ પાડ્યો, તેણે નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) અને અન્ય રમત સંસ્થાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા.

Niraj Patel