શું હજુ હાર્દિક અને નતાશા નથી થયા અલગ ? થયો મોટો ચોંકાવનારો ખુલાસો

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા અલગ થઈ ગયા છે. થોડા દિવસો પહેલા હાર્દિક અને નતાશાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. આઈપીએલના સમયથી જ બંને વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. જો કે, છૂટાછેડાની પોસ્ટમાં બંનેએ લખ્યું હતું કે તેઓ તેમના પુત્ર અગસ્ત્યને કો-પેરેન્ટ કરશે.

આનો અર્થ છે કે પરસ્પર સંબંધ ન હોય તો પણ સાથે મળીને બાળકની સંભાળ લેવી. ત્યારે આ વચ્ચે ખુલાસો થયો છે કે કપલે ભલે પોતાના સબંધો પર વિરામ મુક્યો હોય પણ હાર્દિક અને નતાશા બંને હમસફર હજી પણ છે. હાર્દિકનાં ગુગલ બાયોમાં હજુ પણ પત્ની તરીકે નતાશા તેમજ નતાશાના ગુગલ બાયોમાં પતિ તરીકે હજી પણ હાર્દિક પંડ્યાનું નામ છે.

એટલે હવે એ સવાલ ઊભો થઇ રહ્યો છે કે બંનેએ એકબીજાથી છૂટાછેડા લઈ લીધા હોવા છતાં હજુ પણ ગુગલ બાયોમાં કેમ અપડેટ નથી. જણાવી દઇએ કે, હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્ત્યનો આજે જન્મદિવસ છે. અગસ્ત્યનો જન્મ 2020માં થયો હતો. હાર્દિકે તેના પુત્રના જન્મદિવસ નિમિત્તે એક પોસ્ટ શેર કરી, જેમાં તે પોતાના પુત્ર સાથે મસ્તી કરી રહ્યો છે.

આ પોસ્ટના કેપ્શનમાં હાર્દિકે લખ્યું- તમે મને દરરોજ આગળ વધવામાં મદદ કરો છો. મારા ક્રાઇમ પાર્ટનરને જન્મદિવસની શુભકામનાઓ, મારુ પુરુ દિલ, મારા અગુ હું તમને શબ્દોની બહાર પ્રેમ કરું છું. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા હાલ ભારતીય ટીમ સાથે શ્રીલંકા પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે આજે T20 સિરીઝની છેલ્લી મેચ રમાવાની છે. વનડે શ્રેણી 2 ઓગસ્ટથી શરૂ થશે. હાર્દિક પંડ્યાએ અંગત કારણોસર BCCIમાંથી રજા લીધી છે. આ જ કારણ છે કે તે ODI સિરીઝમાં રમતા જોવા નહીં મળે.

Shah Jina