ફાધર ડે પર પિતા કિંજલ દવેએ પિતાને આપી લાખો રૂપિયાની આ ગાડી, જોઈને ભાવુક થઇ ગયા પિતા, દીકરીને ભેટી પડ્યા.. જુઓ વીડિયો

ફાધર્સ ડે પર ગુજરાતની કોકીલકંઠી કિંજલ દવેએ તેના પિતાને આપી અધધધ લાખની ગિફ્ટ, વીડિયો જોઈને ચાહકો બોલ્યા..”દીકરી હોય તો આવી…”

Kinjal Dave gifted his father : ગઈકાલે દેશભરમાં ફાધર્સ ડેની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી, મોટાભાગના લોકોએ સોશિયલ મીડિયામાં પણ પોતાના પિતા સાથેની તસવીરો અને પોસ્ટ શેર કરીને આ દિવસને ખાસ બનાવ્યો. ત્યારે સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્રિટીઓએ પણ આ દિવસની ખાસ ઉજવણી કરી હતી, તેમને પણ તેમના સોશિયલ મીડિયામાં પિતા સાથેની તસવીરો શેર કરી અને પિતાને કોઈ ખાસ ભેટ પણ આપી.

ત્યારે આ બધા વચ્ચે હવે ગુજરાતની ખુબ જ ખ્યાતનામ ગાયિકા કિંજલ દવેનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કિંજલ દવે ફાધર્સ ડેના આ ખાસ દિવસ પર તેના પિતાને એક મોંઘી દાટ લક્ઝુરિયસ કાર પણ ગિફ્ટ આપતી જોઈ શકાય છે. આ વીડિયો પર લોકો પણ હવે ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કિંજલ દવેના ઘરની બહાર એક ન્યુ કાર ઉભી છે, તેના પપ્પા પણ ઘરની બહાર જ છે પરંતુ તેમને જરા પણ જાણ નથી કે આ કાર તેમના માટે આવી છે, જેના બાદ કિંજલ ઘરની બહાર આવે છે અને કાર પાસે જાય છે, તેના પપ્પા હજુ પણ અજાણ છે અને ઘરના દરવાજા પાસે આવીને જ ઉભા રહી જાય છે.

ત્યારે કિંજલ કાર પાસે જઈને કારની ચાવી લઈને આવે છે અને તેના પપ્પા સામે બતાવે છે, ત્યારે કિંજલના પપ્પા લલિત દવે પણ હેરાન રહી જાય છે અને પોતાની દીકરી સામે જોવા લાગે છે, તેઓ કલ્પના પણ નથી કરી શકતા કે દીકરીએ તેમના માટે આટલી શાનદાર કાર લીધી છે, તેમના ચહેરા પર પણ મંદ મંદ સ્મિત આવી જાય છે.

જેના બાદ તે કિંજલની નજીક આવે છે અને બંને બાપ દીકરી ભેટી પડે છે, આ ક્ષણ દરમિયાન પિતા અને દીકરી બંને ભાવુક થતા પણ જોવા મળી રહ્યા છે. આ ક્ષણ પણ કેમેરામાં કેદ થઇ ગઈ. જેના બાદ કિંજલના પિતા ચાવી લઈને કાર તરફ જતા જોવા મળે છે.

આ વીડિયોને હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, સામાન્ય માણસ સાથે સાથે સેલેબ્સ પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે, ઘણા લોકો કોમેન્ટ કરીને એમ પણ કહી રહ્યા છે કે લલિતભાઈ નસીબદાર છે કે તેમને આવી દીકરી મળી.

આ વીડિયોમાં એ સ્પષ્ટ નથી થતું કે કિંજલે પોતાના પિતા લલિત દવે માટે કઈ કાર લીધી છે, પરંતુ વીડિયોમાં જોયા પ્રમાણે કિંજલે પિતાને ફાધર્સ ડે પર બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર ભેટમાં આપી છે. તેમના પિતા માટે પણ આ એક ખાસ ક્ષણ હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel