અમરિકાના જંગલોમાં ગુજરાતની કોકીલકંઠી કિંજલ દવેએ પ્રાણીઓ સાથે ક્લિક કરાવી તસવીરો, ચાહકો થઇ ગયા ફિદા.. જુઓ તમે પણ

USAના જંગલમાં કિંજલ દવેનો કાતિલ અંદાજ.., પ્રાણીઓ સાથે વ્હાલ કરતા ક્લિક કરાવી તસવીરો, જુઓ

Kinjal dave Living the wild life :બોલીવુડની જેમ ગુજરાતી સિતારાઓ પણ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે અને તેમાં પણ ગુજરાતના ગાયકોને ચાહકો ખુબ જ પ્રેમ આપતા હોય છે, એવી જ એક ગાયિકા છે કિંજલ દવે, જેના સુરના લોકો દીવાના છે. તેના અવાજમાં એવી મધુરતા છે કે તે કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે.

જ્યાં પણ કિંજલ દવેના લાઈવ પ્રોગ્રામ હોય ત્યાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળે છે, તેનું નવું ગીત આવતા જ વાયરલ પણ થઇ જાય છે. ત્યારે કિંજલ દવે માત્ર ગુજરાતમાં જ નહિ દેશ અને દુનિયામાં પણ કાર્યક્રમો કરે છે, જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચે છે.

હાલ કિંજલ દવે અમેરિકાના પ્રવાસ પર છે. જ્યાંથી તે પોતાની શાનદાર તસીવરો પણ શેર કરી રહી છે. કિંજલ તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે પોતાના જીવનમાં બનતી ઘટનાઓ પણ શેર કરતી રહે છે.

તાજેતરમાં જ કિંજલે અમેરિકાના જંગલની મુલાકાત લીધી હતી, અને ત્યાંથી તેને વન્ય પ્રાણીઓ સાથે ક્લિક કરાવેલી ઘણી બધી તસવીરો શેર કરી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

કિંજલે શેર કરેલી તસવીરોમાં તે જિરાફ સાથે ફોટો ક્લિક કરાવતી અને તેમને વ્હાલ કરતી જોવા મળી રહી છે. આ તસવીરો પોસ્ટ કરવાની સાથે કિંજલે કેપશનમાં લખ્યું છે, “જંગલી જીવન જીવી રહી છું.”

થોડા દિવસ પહેલા જ પોસ્ટ કરેલી આ તસવીરોને 1 લાખથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા બધા લોકો આ તસવીરો પર કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.

આ તસવીરોમાં કિંજલ દવેનો લુક જોઈને ચાહકો આફરીન થઇ રહ્યા છે અને કોમેન્ટ કરીને તેની સુંદરતા અને લુકના વખાણ કરી રહ્યા છે. આ ઉપરાંત પણ પોતાના અમેરિકા પ્રવાસની ઘણી તસવીરો કિંજલે શેર કરી છે.

Niraj Patel