સ્વ. મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ બંધાઈ સગાઈના બંધનમાં, પિતાની તસવીર હાથમાં લેતા જ આંખો ભીંજાઈ, જુઓ વીડિયો

રાજલ બારોટે ત્રણ બહેનોના લગ્ન કરાવીને પોતાનો પિતૃધર્મ નિભાવ્યો અને હવે પોતે બંધાઈ રહી છે લગ્નના બંધનમાં, જુઓ વીડિયો

Rajal Barot got engaged : ગુજરાતના ખુબ જ લોકપ્રિય ગાયક અને મણિયારોથી ફેમસ થયેલા એવા સ્વ. મણિરાજ બારોટ ભલે આજે આ દુનિયામાં નથી, પરંતુ તેમના ગીતો આજે પણ લોકોને એટલા જ પ્રિય છે. ત્યારે મણીરાજના સંતાનોમાં ચાર દીકરીઓ હતી, તેમના નિધન બાદ તેમની દીકરી રાજલ બારોટે પિતા તરીકેની જવાબદારી નિભાવી અને પોતાની ત્રણ બહેનોના ધામધૂમથી લગ્ન કર્યા.

રક્ષાબંધનનો તહેવાર પણ ચારેય બહેનો સાથે જ ઉજવતી હતી, પોતાની બહેન મેઘલના લગ્નમાં રાજલે પોતાના હાથે કન્યાદાન પણ કર્યું હતું અને ત્યારે તેમના કાર્યનો લોકોએ ખુબ જ પ્રસંશા પણ કરી હતી,  ગયા વર્ષે રાજલે પોતાની બીજી બંને બહેનોના લગ્ન ગાંધીનગરના એક ફાર્મ હાઉસની અંદર ખુબ જ ધામધૂમથી કરાવ્યા હતા. જેમાં ઘણા ગુજરાતી કલાકારો પણ હાજર રહ્યા.

ત્યારે પોતાની બહેનોના ધામધૂમથી લગ્ન કરાવ્યા બાદ અને પોતાનો પિતૃધર્મ નિભાવ્યા બાદ હવે રાજલ પોતે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. હાલમાં જ રાજલે સગાઈ કરી છે, જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ  જ વાયરલ થઇ રહ્યા છે, આ તસવીરો અને વીડિયોમાં કપલ ખુબ જ ખુશ જોવા મળી રહ્યું છે.

રાજલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર સગાઈનો વીડિયો શેર કર્યો છે.  જેમાં કપલ ખુબ જ ખુશ દેખાઈ રહ્યું છે. સાથે જ રાજલની ત્રણેય બહેનો પણ આ સગાઈમાં રાજલ સાથે જ જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કપલ પર સતત ફૂલોનો વરસાદ પણ થઇ રહ્યો છે અને પ્રસંગમાં ઉપસ્થિત સૌ કોઈ ખુબ જ ખુશ પણ છે. ગાયિકા ગીતાબેન રબારીએ પણ આ સગાઈમાં હાજરી આપી હતી.

આ સાથે એક એવી ક્ષણ પણ આવે છે જ્યાં રાજલ અને તેની બહેનો ભાવુક પણ થતી જોવા મળે છે.  સગાઈના ફોટો સેશન દરમિયાન જયારે રાજલના હાથમાં તેમના માતા પિતાની તસવીર આપવામાં આવે છે ત્યારે સૌ કોઈની આંખોમાં આંસુઓ પણ ઉભરાઈ આવે છે. જો કે હજુ સુધી રાજલે કોની સાથે સગાઈ કરી છે અને તેમના ભાવિ પતિ શું કરે છે તેના વિશેની કોઈ માહિતી સામે નથી આવી.

તમને જણાવી દઈએ કે મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક છે. રાજલનો જન્મ પાટણમાં થયો હતો અને ગાયિકી તેને વારસામાં જ મળી છે. તેને અત્યાર સુધીમાં 70થી પણ  વધુ ગીતો ગાયા છે અને રાજલના લાઈવ પ્રોગ્રામમાં પણ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sagar (@sagarpatel.sp965)

Niraj Patel
error: Unable To Copy Protected Content!