શું મુંબઈ ઇન્ડિયાનમાં થવાના છે મોટા બદલાવ ? નીતા અંબાણીએ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે શું કરી વાતચીત ? જુઓ વીડિયો

IPL 2024માં ખરાબ પ્રદર્શન કરનારી મુંબઈ ઇન્ડિયન્સની માલકીન નીતા અંબાણી પહોંચી MIના ડ્રેસિંગ રૂમમાં, ખેલાડીઓને કહી આ વાત.. જુઓ

Nita Ambani MI dressing Room : IPL 2024 મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહ્યો.તેના ખરાબ પ્રદર્શનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લીગ તબક્કામાં તે પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. MI એ ટુર્નામેન્ટની તેની છેલ્લી મેચ 17 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી. ચાહકોને આશા હતી કે ટીમ આ મેચમાં સારું પ્રદર્શન કરશે અને જીત સાથે ટૂર્નામેન્ટનો અંત લાવશે. પરંતુ અહીં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં LSG ટીમે તેમને 18 રનથી હરાવ્યું હતું.

ત્યારે હાલ મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે ટીમના ખેલાડીઓ સાથે વાત કરી રહી છે. આ વીડિયોમાં નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે વાત કરી રહી છે. જ્યારે નીતા અંબાણીએ ખેલાડીઓને સાંત્વના આપી હતી, ત્યારે તેમણે તેમને આગામી સિઝનમાં વધુ મજબૂત બનવાની પ્રેરણા પણ આપી હતી. આ અવસર પર તેમણે વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહેલા તમામ ક્રિકેટરોને શુભેચ્છા પાઠવીને એક ખાસ સંદેશ પણ આપ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓને સંબોધતા નીતા અંબાણીએ કહ્યું કે આ સિઝન અમારા બધા માટે નિરાશાજનક રહી છે. અમે જે રીતે ઇચ્છીએ છીએ તે રીતે વસ્તુઓ થઈ નથી. તેણે કહ્યું કે આટલું બધું હોવા છતાં પણ હું મુંબઈ ઈન્ડિયન્સની મોટી ફેન છું. માત્ર એક માલિક તરીકે જ નહીં, મને લાગે છે કે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરવી એ માત્ર સન્માન જ નહીં પરંતુ એક વિશેષાધિકાર છે. આ સાથે, આ ટીમ સાથે જોડાયેલું હોવું મારા માટે ખૂબ જ સન્માન અને ગર્વની વાત છે.

નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે મને લાગે છે કે અહીંથી પાછા આવ્યા બાદ અમે સમીક્ષા કરીને વિચારીશું. જોકે, અત્યારે દુનિયા આપણી તરફ જોઈ રહી છે. આવી સ્થિતિમાં, હું તે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું જેઓ T20 વર્લ્ડ કપમાં તેમના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ પ્રસંગે મુંબઈ ઈન્ડિયન્સના માલિકે ખાસ કરીને ભારતીય ટીમમાં સામેલ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને અભિનંદન પાઠવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

Niraj Patel