KKRની ટીમના ફાઇનલમાં પહોંચવા માટે શાહરુખ ખાને માણ્યો અમદાવાદના દર્શકોનો આભાર, આપ્યા આઇકોનિક પોઝ, જુઓ

ક્યારેક ફ્લાઈંગ કિસ તો ક્યારેક આઇકોનિક પોઝ, અમદાવાદના મોદી સ્ટેડિયમમાં શાહરુખ ખાને દર્શકોને કરી દીધા ખુશ, જુઓ તસવીરો

Shahrukh Greets Fans Ahmedabad : કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 8 વિકેટથી શાનદાર જીત મેળવીને પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મેચમાં સનરાઇઝર્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને 159 રન બનાવ્યા હતા. જવાબમાં KKRએ 2 વિકેટ ગુમાવીને માત્ર 13.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ટીમની આ જીત પર KKRના કો-ઓનર શાહરૂખ ખાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેની પુત્રી સુહાના અને દીકરો અબરામ પણ તેની સાથે હતા. KKRના સહ-માલિક શાહરૂખ ખાન ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના પ્રથમ ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની જીત બાદ ઉત્સાહિત હતો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાહરૂખે તેની છાતી પહોળી કરીને મેદાનની આસપાસ ફર્યો અને ચાહકોનું અભિવાદન કર્યું. તેને આ દરમિયાન તેની ફિલ્મોના આઇકોનિક પોઝ પણ આપ્યા હતા, સાથે જ ફ્લાઈંગ કિસ આપીને ચાહકોનું અભિવાદન પણ કર્યું હતું, શાહરુખને જોઈને ચાહકો પણ ખુશ થઇ ગયા હતા.

મેચમાં કોલકાત્તાના બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વેંકટેશ અય્યર અને કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ક્વોલિફાયર-1 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે રાહુલ ત્રિપાઠીના 55 રનની મદદથી 19.3 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 2 વિકેટ ખોઈને KKR  8 વિકેટે મેચ જીત્યું.

Niraj Patel