અમદાવાદમાં એવું તો શું થયું કે શાહરુખને દાખલ થવું પડ્યું હોસ્પિટલમાં ? KD હોસ્પિટલમાં ખડકાયો પોલીસ કાફલો, જાણો સમગ્ર મામલો
Shahrukh Khan Admitted To KD Hospital : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે કોલકાત્તા નાઈટ રાઇડર અને સન રાઇઝ હૈદરાબાદ વચ્ચે IPLની પહેલી ક્વોલિફાયર મેચ યોજાઈ. આ મેચમાં શાહરુખ ખાનની KKR ટીમે 8 વિકેટે વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે આ મેચ જોવા માટે મોટી મોટી સેલેબ્રિટીઓ પણ આવી પહોંચી હતી. જેમાં શાહરુખ પણ પોતાના બાળકો સાથે આવ્યો હતો.
ત્યારે આ મેચ જોવા માટે આવેલા શાહરુખ ખાનથી પણ અમદાવાદની ગરમી સહન ના થઇ અને તેને લૂ લાગી જતા તાત્કાલિક બપોરના સમયે KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા પણ આપી દેવામાં આવી હતી, જેના બાદ શાહરૂખે સ્ટેડિયમમાં બેસીને મેચની મજા પણ માણી હતી.
મેચ પૂર્ણ થયા બાદ શાહરુખ પોતાના બાળકો સાથે મેદાનમાં પણ આવ્યો હતો અને કોલકાત્તાને સપોર્ટ કરવા બદલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલા દર્શકોનો આભાર પણ માન્યો હતો. મેચ જોયા બાદ શાહરુખ મોડી રાત્રે વસ્ત્રાપુર ખાતે આવેલ આઇટીસી નર્મદા હોટલમાં પરત ફર્યો હતો.
શાહરુખની તબિયર લથડતા જ તેને કેડી હોસ્પિટલ લઇ જવાની ફરજ પડી હતી, જ્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યાં શાહરુખની હેલ્થ ચેકઅપ કરતા તેને ડીહાઇડ્રેશન થયું હોવાની જાણ થઇ હતી. બપોરે 1 વાગ્યાની આસપાસ તેને સારવાર આપ્યા બાદ તે પરત હોટલમાં ફર્યો હતો. હાલ તેની તબિયત સારી છે, પરંતુ થોડા આરામની જરૂર હોવાથી તે મુંબઈ પરત ફર્યો નથી.