અમદાવાદમાં KKRની જીતના જશ્નમાં ભાન ભુલ્યો કિંગ ખાન, મેદાનમાં આવીને કરી દીધી એવી હરકત કે માંગવી પડી માફી.. જુઓ વીડિયો

અમદાવાદમાં શાહરુખ ખાને કરી ભૂલ, જાહેરમાં જ માંગી લીધી માફી, કેમેરામાં કેદ થઇ આખી ઘટના, જુઓ વીડિયો

Shahrukh Khan apologized in Ahmedabad : પ્રખ્યાત બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અત્યારે સાતમા આસમાન પર છે, કારણ કે આજે તેની પ્રિન્સેસ સુહાનાનો જન્મદિવસ છે અને બીજી ગકાલે તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આઈપીએલની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં શાહરૂખની ટીમ KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.

KKR ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ છે. શાહરૂખ પોતાની ટીમની શાનદાર જીત બાદ સ્ટેડિયમમાં જશ્ન મનાવતો જોવા મળ્યો હતો. પરંતુ પછી એવું તો શું થયું કે શાહરૂખ ખાને સુરેશ રૈના અને આકાશ ચોપરાની માફી માંગવી પડી? વાસ્તવમાં, પોતાની ટીમની જીત બાદ, શાહરૂખ તેની પુત્રી સુહાના અને પુત્ર અબરામ સાથે મેદાનમાં આવ્યો હતો અને તેની ટીમને સપોર્ટ કરવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો.

આવી સ્થિતિમાં શાહરૂખે ધ્યાન ન આપ્યું અને અચાનક તે લાઈવ કોમેન્ટ્રીની વચ્ચે આવી ગયો. પરંતુ શાહરૂખ ખાનને જેવી ખબર પડી કે તે લાઈવ કોમેન્ટ્રીની ફ્રેમમાં આવી ગયો છે, તેણે કોઈપણ વિલંબ અને ખચકાટ વગર મેદાન પર સુરેશ રૈના અને આકાશની માફી માંગી અને પછી તેમની સાથે હાથ મિલાવ્યો અને તેમને ગળે લગાડ્યા.

શાહરૂખની આ મીઠી હરકતોએ સૌના દિલ જીતી લીધા. આકાશ ચોપરા શાહરુખથી પ્રભાવિત થયા અને કહ્યું- તમે અમારો દિવસ બનાવી દીધો છે. શાહરૂખની ટીમની જીત પર તેણે કહ્યું- આજે બાજીગરનો દિવસ છે. ફેન્સ પણ શાહરૂખના વખાણ કરતા થાકતા નથી. ચાહકો કહે છે કે શાહરૂખ સાચો કિંગ છે.

Niraj Patel