ઘરની બહાર ગર્લફ્રેન્ડ રાહ જોઈને બેઠી હતી અને ત્યારે જ આવી ગઈ છોકરાની મા, પછી જે થયું તે કલ્પના બહારનું હતું, જુઓ વીડિયો

બોયફ્રેન્ડની રાહ જોવી પ્રેમિકાને પડી ભારે, ઘરની બહાર સ્કૂટી લઈને ઉભી હતી ત્યારે જ આવી ગઈ છોકરાની મમ્મી અને પછી ચોટલો પકડીને… જુઓ વીડિયો

Boyfriend mother caught girlfriend : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી ઘણા વીડિયોની અંદર ઝઘડા પણ જોવા મળે છે, આવા વીડિયોને લોકો વધુ જોતા હોય છે, કારણ કે દરેક વ્યક્તિને બીજાના ઝઘડામાં ખુબ જ રસ પણ હોય છે. ત્યારે જે જગ્યાએ ઝઘડો થતો હોય ત્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ લાગી જતા હોય છે અને લોકો આવી ઘટનાઓના વીડિયો પણ બનાવતા હોય છે. હાલ આવા જ એક ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ  જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો વાસ્તવમાં ગર્લફ્રેન્ડ અને તેના બોયફ્રેન્ડની માતા વચ્ચેની લડાઈનો છે. હકીકતમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના ઘરની બહાર રાહ જોવાની ટ્રીક ઘણી જૂની છે. ફિલ્મોથી લઈને રિયલ લાઈફમાં પણ કપલ્સ આવું કરે છે. પરંતુ આ સમય દરમિયાન અંદરથી બહાર આવનાર બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ નહીં પણ તેની માતા હશે તો શું થશે? એક છોકરી સાથે પણ આવું જ થયું અને આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ખરેખર, એક છોકરી તેના ઘરની બહાર સ્કૂટર પર તેના બોયફ્રેન્ડની રાહ જોઈ રહી હતી. એટલામાં જ તેની માતા અંદરથી આવી અને તેના પુત્રની ગર્લફ્રેન્ડને મારવા લાગી. વીડિયોમાં તે એમ પણ કહેતી જોવા મળી રહી છે કે છોકરીના કારણે જ તેનો દીકરો બગડ્યો છે. મહિલા છોકરીના સ્કૂટરની ચાવી લે છે અને તેના વાળ પણ ખેંચવા લાગે છે. વીડિયોમાં મહિલા ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે.

આ વીડિયો @gharkekalesh પર શેર કરવામાં આવ્યો છે. આને શેર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે – છોકરી અને બોયફ્રેન્ડની માતા વચ્ચે સંઘર્ષ (છોકરીએ તેના બોયફ્રેન્ડને મળવા બોલાવ્યો પરંતુ માતાએ તેને પકડી લીધો.)’. આ વીડિયોને અત્યાર સુધીમાં 8.80 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Niraj Patel